દિનેશભાઇ અડવાણી
ભરૂચ પંથકમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.ગરમીનો પારો ૪૦ ડિગ્રી સુધીની ટોચ પર પોહ્ચ્યો હોવાનું હવામાન ખાતેના સૂત્રોએ જણાવ્યું હતું.માર્ચ માસના અંતિમ દિવસોમાં હાલ કાળઝાળ ગરમીનો વર્તારો જણાય રહ્યો છે ત્યારે આવનાર દિવસોમાં ગરમી વધુ વધે તેવી શક્યતા નકારી શકાતી નથી.આવનાર મેં માસ સુધીમાં ગરમીનો પારો સરેરાશ ૪૪ થી ૪૫ ડિગ્રી સુધી નોંધાય તેમ જણાય રહ્યું છે.આવા સમયમાં ગરમીનું મારણ એવા કાંદા અને લીંબુની માંગમાં વધારો થયો છે.એટલું જ નહિ પરંતુ ઠંડાપીણાં અને આઈસક્રીમ જેવી ખાણી-પીણીની વસ્તુઓની માંગમાં પણ વધારો થયો છે.આવી કાળઝાળ ગરમીમાં મુખ્ય માર્ગ સુમસામ ભાસી રહ્યા છે.જયારે જેમને ભર બપોરે બહાર જવાનું થાય ત્યારે તકેદારીના પગલાં રૂપે ગોગલ્સ તેમજ ટોપી અને અન્ય મોજા પેહરી બહાર નીકળી રહ્યા છે.ત્યારે ભરૂચ પંથકમાં ગરમીના પ્રકોપના પગલે પાણીની માંગમાં પણ ધીમેધીમે વધારો થઈ રહ્યો છે.