દિનેશભાઇ અડવાણી
ભરૂચ ખાતે ભારત ભાગ્ય વિધાતા નાટકનું સફળતા પૂર્વક મંચન પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે કરવામાં આવ્યું હતું.રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ ગુજરાત રાજ્ય અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા ભારત ભાગ્ય વિધાતા કે જે મહાત્મા ગાંધીજી પર આધારિત છે તેનું મંચન કરવામાં આવ્યું હતું.યુગ પુરુષની ભવ્ય સફળતા બાદ મહાત્મા ગાંધીજીના ચરિત્ર પર આધારિત આ નાટક પણ સફળતા પૂર્વક ભજવાયું હતું.જેની શરૂઆતમાં રાષ્ટ્રીય સન્માન સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.અત્રે નોંધવું રહ્યું કે પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી માત્ર ભારત માટે જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ્ માટે તેમની વિચારધારા દિવાદાંડી સમાન છે.તેમના જીવન પ્રસંગો પર જે કઈ સાહિત્યનું સર્જન કરાય છે તેની પણ આજે ખુબ મોટી માંગ છે ત્યારે પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના દરેક પ્રસંગો માનવીના જીવન માટે પ્રેરણા સમાન સાબિત થઇ રહેલ છે.પ્રસ્તુત નાટકના એક-એક ચરિત્રને ભજવનાર કલાકારોએ અભિનયને આત્મસાધ કર્યો હોય તેવું જણાયું હતું.આ નાટકના પ્રેરક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈ ,લેખક પ્રકાશભાઈ કાપડિયા ,દિગ્દર્શક રાજેશભાઈ જોશી અને સૂત્રધાર ધર્મેશભાઈ મેહતા હતા.આ પ્રસંગે ખુબ મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.મહાત્મા ગાંધીજી પર આધારિત અથવા તો આઝાદીના લડવાયો પર આધારિત કોઈ પણ પ્રસંગ ભરૂચ ખાતે રજુ થાય છે ત્યારે ભરૂચ ખાતે લોકોમાં અનેરું આકર્ષણ ઉભું થાય છે.