ભરૂચ નજીક આવેલ દુબઈ ટેકરી વિસ્તારમા તા.૦૫-૦૪-૨૦૧૮ ના રોજ સવારે ૮:૩૦ કલાકે પાણી ધોરવા બાબતે ઝગડો થયો હતો. ઉગ્ર ઝગડાને પગલે થયેલ મારા-મારીના બનાવમા ૬ વ્યક્તિને ઊજા પહોંચી હતી. જેમેને સારવર અર્થે ભરૂચ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા છે. ભરૂચ સી ડીવીઝન સુત્રોના જણાવ્યા અનુસાર આ બનાવ અંગે સામ સામે ફરીયાદ આપવામા આવી હતી. જેમા કૈલાશ સોમાભાઈની પોલીસ ફરીયાદ મુજબ આરોપી પંકજ નગીન, નગીન કાનજી તેમજ જીક્ષેશ કાનજીએ પાણી ધોરવા બાબતે ઝગડો કરતા પણીના પાઈપનુ કોક ખોલવાનુ પાનુ મારી ઈજા કરી હતી. આ ફરીયાદમા તહો. તરીકે ત્રણ આરોપીને જણાવ્યા છે. જ્યારે સામે જીક્ષેશ નગીન ભાઈએ ફરીયાદ આપતા તેમણી ફરીયાદમા ત્રણ આરોપીઓ બતાવ્યા છે. આ બનાવમા કુલ ૬ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમેને સારવાર અર્થે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા છે. બનાવની તપાસ સી ડીવીઝન પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર બન્ને પાડોસીઓ વચ્ચે મકાન બાંધવા અંગેના ધોરાયેલ પાણી બાબતે ઝગડો થયો હતો.
વહેલી સવારે દુબઈ ટેકરી વિસ્તારમા પાણી ધોરવા બાબતે મારા-મારી થતા ૬ ને ઇજા
Advertisement