દિનેશભાઇ અડવાણી
ભરૂચ 27/03/2019
Advertisement
૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે તે માટેના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભરૂચ જિલ્લા સેવાસદન(કલેક્ટર કચેરી), પ્રથમ માળ, કણબીવગા, ભરૂચ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ભરૂચને જિલ્લા સદન(કલેક્ટર કચેરી) પ્રથમ માળ, કોર્ટ રૂમ, કણબીવગા, ભરૂચ ખાતે તા.૨૮/૦૩/૨૦૧૯ થી તા.૦૪/૦૪/૨૦૧૯ સુધી બપોરના ૦૩:૦૦ કલાકથી મોડા નહી એ રીતે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧:૦૦ વાગ્યાથી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મુકનાર કોઇ એક વ્યક્તિ ધ્વારા પહોંચાડી શકાશે એમ ચૂંટણી અધિકારી, ૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.