બે લાખ રૂપિયાની સનસનાટી
ભરૂચ નગરના સતત વાહન વ્યવહાર થી ધમધમતો સીવીલ હોસ્પીટલ રોડ ઉપર ભર બપોરના સમયે ચીલ ઝડપની ઘટના બની હતી. જેના પગલે પોલીસ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. જો કે આ ઘટના અંગે ફરીયાદીની ફરીયાદ નોંધવાતા તજવીજ કરી રહ્યા છે. ત્યારે જાણવા મળેલ વિગત મુજબ ભરૂચ શહેર વિસ્તારમા આવેલ બેંક ઓફ બરોડામાથી બકુલ ભાઇ રાણા બેંક્માથી નાણા લઈને પરત આવી રહ્યા હતા. તેઓ નવી વસાહતમા રહેતા હોય. સીવીલ રોડ પરથી આવી રહ્યા હતા. સુરત એસ.એમ.સી માથી નિવૃત થયેલ બકુલ ભાઇ ચાલતા આવી રહ્યા હતા ત્યારે પુર ઝડપે આવેલ મોટર સાયકલ સવારોએ તેમની પાસેથી રૂપિયા બે લાખ ભરેલ થેલી ખૂચવી લઈ ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે ‘એ’ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરીયાદ નોંધવાના ચક્રો ગતિમાન કરાયા છે.
પોલીસ પેટ્રોલિંગ માત્ર ઈંધણ નો ધુમાડો અને સરકારી નાણાનો વ્યય
સમગ્ર ભરૂચમા પોલીસ તંત્ર ધ્વારા દિવસ રાત્ર સધન પેટ્રોલીંગ થઈ રહ્યુ છે. તેવો દાવો પોલીસ તંત્ર ધ્વારા વખતો વખત કરવામા આવે છે. પરંતુ આ ચીલ ઝદપ ઘટનાએ પોલીસ તંત્ર ની પોલ ખોલી નાખી છે. સિવીલ હોસ્પીટલ રોડ વાહન વ્યવહાર અને રાહદારી ઓથી સદાએ ધમધમતો રહે છે. તેમાએ દિન-દહાદે વધુ અવર જવર હોય છે. ત્યારે બનાવ બન્યો તે પોલીસ તંત્ર માટે પડકાર સમાન છે. એક નિવૃત કર્મચારી જીંદગી ભરની રોજી રોટી સમાન બેંકમા મુકેલ નણાને ક્ષણવાર મા અસામાજીક તત્વો જુટવી ગયા. નિવૃત કર્મચારીની વંદના કોણ સમજશે…??? તે એક મોટો સવાલ છે.