દિનેશભાઇ અડવાણી
આગામી લોકસભાની ચૂંટણીના આડે એક મહિના કરતા પણ ઓછો સમય રહ્યો છે તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા સિવાય કોઈ પણ પાર્ટીનો સત્તાવાર ઉમેદવાર હજી જાહેર કરવામાં આવ્યો નથી.ઉમેદવાર જાહેર કરાયો ન હોવા છતાં હાલમાં પણ સંસદીય બેઠક વિસ્તારમાં રાજકીય ગરમાયો જોવા મળી રહ્યો છે.ખાસ કરીને ગ્રુપ મીટીંગોનુ આયોજન કરાય રહ્યું છે.આ ચૂંટણીમાં કોઈ ખાસ રાજકીય પ્રવાહ કે કોઈ ખાસ સંવેદનશિલ મુદ્દા નથી.ભરૂચ સંસદીય મત વિસ્તારની ચર્ચા કરીયો તો હાલ યોજાતી ચર્ચાઓમાં રસ્તા,પાણી અને વીજળીની સુવિધાઓ રોજગારીના પ્રશ્નો વગેરે બાબતો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.તેથી સમય જતા આજ મુદ્દાઓ ચૂંટણીના મુદ્દા બની રહશે.બીજી બાજુ મત બેંકની વાત કરીયો તો એક તરફ આદિવાસી મત બેંક તો બીજી બાજુ મુસ્લિમ મત બેંક.આ બધી મત બેન્કો પર કયા પરિબળો કામ કરી જાય છે તે મહત્વનું છે. અત્યાર સુધી ભરૂચ સંસદીય બેઠક સામાન્ય બેઠક હોવા છતાં આદિવાસી ઉમેદવારોનું પ્રભુત્વ કેમ રહે છે તે અંગે વિચાર કરતા ઘણીબધી બાબતો સ્પષ્ટ બની જશે.