દિનેશભાઇ અડવાણી
હાલ માર્ચ માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામા તાપમાન લગભગ ૪૦ ડિગ્રી જેટલું નોંધાય રહ્યું છે.હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ તાપમાનનો પારો હજી પણ ઉંચો જાય તેવી સંભાવના છે.આ વર્ષનું એટલે કે ૨૦૧૯ અને ગત વર્ષના કેટલાક મહિનાઓનું હવામાનનું વિષ્લેષણ કરતા સ્પષ્ટપણે એમ જણાય રહ્યું છે કે આ વર્ષે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે.તેમાંય લગભગ ૧ સપ્તાહ સુધી કડકડતી ઠંડીનો એહસાસ ભરૂચ જિલ્લાના લોકોએ કર્યો જે ભૂતકાળના વર્ષોમાં કર્યો ન હતો.પરંતુ હાલ જે ગરમીએ ઝડપથી રફ્તાર પકડી છે તે જોતા એપ્રિલ માસમાં સરેરાશ ૪૨ ડિગ્રી તાપમાન થાય તો નવાય નહિ.પરંતુ તે સાથે એમ પણ કહેવાય રહ્યું છે કે કદાચ એકાદ માવઠું પણ થઇ જાય તો નવાય નહિ.આવી બળબળતી ગરમીના પ્રતિકાર અંગે અત્યરથી જ તબીબો સલાહ આપી રહ્યા છે કે વધુ માં વધુ પાણી પીવું.તેમજ કાંદા,કેરી અને લીંબુનો સોંથી વધુ ઉપયોગ કરવો.આ ઉપરાંત દહીં અને છાસનો પણ ઉપયોગ કરવો જોઈએ.