દિનેશભાઇ અડવાણી
રામરાજ્યના વિવિધ અને મજબૂત એવા ૫ સંકલ્પ સાથે દેશના એક છેડા એવા રામેશ્વરથી રામરાજ્ય રથયાત્રા વર્ષ ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે.આવી ભવ્ય રથયાત્રા ભરૂચ ખાતે આવી પોહ્ચ્તા વિશ્વ્ હિન્દૂ પરિષદના કાર્યકરો અને આગેવાનોએ ઉત્સાહ પૂર્વક રથનું સ્વાગત કર્યું હતું. તારીખ ૪-૩-૨૦૧૯ ના રોજ એટલે કે મહાશિવરાત્રીના અતિપ્રવિત્ર પાવન અવસરે રામેશ્વર થી અયોધ્યાની રથયાત્રા શરૂ થઈ હતી.જે ૧૨ રાજ્ય માંથી પસાર થઈ લગભગ ૧૦ હાજર કિલોમીટરનો રથ યાત્રાનો માર્ગ છે.રથ યાત્રાનો પ્રારંભ કરવામાં શ્રી રામદાસ મિશન યુનિવર્સલ સોસાયટીના પરમ પૂજ્ય સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતીના માર્ગદર્શન હેઠળ રથયાત્રાનો પ્રારંભ થયો હતો.આ રથયાત્રા ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પોહ્ચ્તા વિશ્વ્ હિન્દૂ પરિષદના દુષ્યંતસિંહ સોલંકી,ગિરીશ શુક્લ અને અજય વ્યાસ જેવા અગ્રીણીઓએ તેનું સ્વાગત કર્યું હતું.