દિનેશભાઇ અડવાણી
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર હાઇવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમ નંબર પ્લેટ વિનાની બાઈક લઈ નેશનલ હાઇવે પર ફરી રહ્યો છે.જેવી બાતમીને આધારે પોલીસે બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવી ઉભી હતી તે વેળા બાતમીવાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી બાઇકના દસ્તાવેજો માંગતા તેને આનાકાની કરતા પોલીસે તેની પુછપરછ કરતા તેને બાઈક પારડી ગામેથી ચોરી કરી હોવાનું કાબુલ કર્યું હતું.પોલીસે તેની વધુ કડકાઈથી પુછપરછ કરતા તેને બાઈક ચોરીના અન્ય પાંચ ગુનામાં સંડોવાયેલો હોવાનું જણાવતા એલસીબી પોલીસે વાલિયાના ફડકોઈ ખાડિયા ફળિયાના કિશાન માનસિંગ વસાવાની અટકાયત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી અંકલેશ્વર તાલુકા પોલીસને હવાલે કર્યો છે.
Advertisement