દિનેશભાઇ અડવાણી
વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ વે ના નિર્માણ અર્થે ભરૂચ જિલ્લાના ઘણાં ખેડૂતોએ પોતાની ફળદ્રુપ જમીનો આપી છે.ઉપજાવ જમીનના યોગ્ય નાણાં એટલેકે વળતર આપવામાં આવશે તેવી હૈયા ધારણાના પગલે ખેડૂતોએ જમીન આપી હતી.જેની વિગત જોતા તારીખ ૨૭-૦૬-૨૦૧૭ ના રોજ જમીન સંપાદન કરવામાં આવી હતી.જયારે તારીખ ૨૮-૦૮-૨૦૧૭ ના રોજ વળતર ચુકવામાં આવ્યું હતું પરંતુ આ વળતર ધારાધોરણ કરતા ખુબ ઓછું હોય.ખેડૂતોએ વાંધા સહીત જમીનનું વળતર લીધું હતું અને તેમનું વળતર ઓછું હોય તે અંગે કેસ મુક્યો હતો.જેનો ચુકાદો આવી ગયો હોવા છતાં અને નવેસરથી નવા ભાવ મુજબ ખેડૂતોને નાણાં ચૂકવવાના હોવા છતાં આ તમામ બાબતોએ યોગ્ય રીતે ખેડૂતોને સાંભળવામાં આવ્યા નથી.તેથી અનેક વાર આવેદન પત્ર પાઠવાયા અને રજૂઆતો કરાય તેમ છતાં યોગ્ય અને અસરકારક પરિણામ ન આવતા આજરોજ કિસાનો કલેક્ટર કચેરી ખાતે પોહ્ચ્યા હતા અને કિસાન એકતાના નારા સાથે થામ ,દેરોલ ,દયાદરા ,પીપલીયા,કોરચન,તેલોદ .સૂથોદ્રા વગેરે ગામોના ખેડૂતોએ જમીનોના યોગ્ય વળતર નહિ તો વોટ નહિ તેવા નારા સાથે લોકસભા ચૂંટણીના બહિષ્કાર અંગેની જાહેરાત કરી હતી.