દિનેશભાઇ અડવાણી
આવનાર લોકસભાની ચૂંટણીના આડે ગડતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘણાં રાજકીય વિશ્લેશકો એવું ગણીત અને એવી માન્યતા ધરાવતા હતા કે ભરૂચ સંસદીય બેઠક પર કોંગ્રેસના રાષ્ટિય નેતા અને ભરૂચ જિલ્લાન પનોતા પુત્ર અહેમદભાઈ પટેલના પુત્ર ફેઝલ પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જમ્પલાવશે પરંતુ ખુબજ શાલીનતાથી ફેઝલ પટેલે આ બાબતને રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે હું કોંગ્રેસના સામાન્ય કાર્યકર તરીકે કામ કરીશ એટલે સુધી કે બૂથ લેવલે પણ જરૂર હશે તો કામગીરી બજાવીશ તેમણે એમ પણ જણાવ્યું કે ભાજપ સરકારની નિષ્ફળતાની ગાથા લાંબી છે જેને જો લોકો સુધી લઇ જવાય અને પિતા સાંસદ અહેમદભાઈ પટેલે કરેલ વિવિધ સમાજ હિતના કામો જેવી કે પી.એફ કચેરીની ભરૂચ ખાતે સવલત,વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અપાવવામાં મળેલ સફળતા,તબીબી ક્ષેત્રે અનન્ય પ્રદાન,આદિવાસી વિસ્તારોમાં પણ વિવિધ ક્ષેત્રે આગવું યોગદાન.આ બધી બાબતો જો લોકો સુધી યોગ્ય રીતે લઇ જવાય તો મતદારો સભાન થઇ અને ભરૂચ બેઠકની લોકસભાની ચૂંટણી સહજતાથી જીતી શકાય.