Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

માતાની મરજીથી સગીર વયની બાળકી પર થતો અત્યાચાર.નરાધમ છેલ્લા ૩ વર્ષથી અવાર-નવાર બળાત્કાર ગુજારતો હતો.જાણો ક્યાં ?મહિલા કલ્યાણ વિભાગ,માનવ અધિકાર પંચ,બાળ વિભાગ સામે સળગતો સવાલ…

Share

દિનેશભાઇ અડવાણી

સમાજમાં ઘણા એવા કિસ્સાઓ બને છે કે જેમાં નિરાધાર પરણીતાનો પતિ અવસાન પામે ત્યારે અબળા મહિલા સમાજ સામે રક્ષણ મેળવવા માટે કોઈ પણ રીતે બીજા પુરુષના પ્રભાવ હેઠળ આવી જતી હોય છે અને ધીમે-ધીમે જાતીય અત્યાચારનો ભોગ બને છે પરંતુ ખરી કરુણતા તો ત્યારે બને છે જયારે પરણિતા ના અવસાન પામેલ પતિ થકી જન્મેલ પુત્રી અન્ય પુરુષની વાસનાનો શિકાર બને અને આવી ઘટનામાં સગી માતાજ સાથ સહકાર આપે તો તેને ઘોર કળિયુગ અને પાપની ચરમ સીમા ન કહેવાય તો શુ કહેવાય?. આ બનાવની વિગતો સાંભળતા કંપારી છૂટી જાય અને રુંવાડા ઉભા થઇ જાય.બનાવમાં ભોગ બનનાર સગીર વયની હોવાના પગલે તેનું નામ કે તેની માતાનું નામ જાહેર કરી શકાય તેમ નથી પરંતુ આ બનાવનો આરોપી અલ્તાફ હુસેન અબ્દુલ વહિમ દીવાન રહેવાસી કુરેશી મોહલ્લો ભરૂચ હોવાનું બી-ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.આરોપી મનુબર ચોકડી વિસ્તારમાં આવેલ અમદ નગર પાસે અવાર-નવાર છેલ્લા ૩-૪ વર્ષથી બળાત્કાર ગુજારતો હતો.સગીર વયની દીકરી કે જે બળાત્કારનો ભોગ બની તેની નીસહાય અને લાચાર હતી કારણ કે તેનો પતિ અવસાન પામ્યો હતો.આ પરપ્રાંતીય કુટુંબ ભરૂચ ખાતે વસ્યું હતું ના છૂટકે આર્થિક સંકટ અને સમાજની સામે રક્ષણ મેળવવા વિધવા મહિલાએ બીજા પુરુષનો સાથ લીધો પરંતુ તેણે નરાધમ અને પાશવી કૃત્ય કરી સગીર કુમળી વયની બાળકી પર વારંવાર બળાત્કાર ગુજારીયા.આવા કરુણ બનાવ અંગે સમાજના કહેવાતા મહિલા સંગઠનો કે માનવ અધિકાર પંચ કે શોષણનો ભોગ બનનારા સામે બંડ એટલેકે અવાજ ઉઠાવનાર સંસ્થાઓ કઈ કરશે કે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપના ધોરણો અપનાવશે તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

રાજપીપલા : તા. ૧૦ મી એ સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી બપોરે ૧-૦૦ કલાકે ૧૩૮.૫૫ મીટરે નોંધાઇ

ProudOfGujarat

રાજપીપળા : જીતનગરની જિલ્લા જેલમાં દશામાં નું વ્રત કરતા કેદી ભાઈ-બહેનો…

ProudOfGujarat

ભરૂચ : ખરાબ રસ્તાઓને કારણે જીવ ગુમાવનાર લોકોના પરિવારોને સહાય આપવાની માંગ સાથે સ્થાનિક લોક અધિકાર મંચ દ્વારા આંખે કાળી પટ્ટી બાંધી કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!