-ભરૂચ નગર પાલિકા ના સેનેટરી વિભાગ માં ફરજ બજાવતા સફાઈ કામદારોને કાયમી કરવા તેમજ તેમને મેડીકલ ની સુવિધા સહીત ના મુદ્દાઓ સાથે સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફર ટ્રસ્ટ ના પ્રમુખ કિરન સોલંકી તથા મહા મંત્રી ધર્મેશ સોલંકી સહીત ના આગેવાનો દ્વારા છેલ્લા કેટલાય સમય થી લડત ચલાવાઈ રહી છે….જેના પગલે સરકાર દ્વારા ૫૮ સફાઈ કામદારો ની કાયમી ભરતી તેમજ મૃત્યુ પામેલા પાંચ સફાઈ કામદારો ની ખાલી પડેલી જગ્યા મળી કુલ ૬૩ જગ્યા ઓના કાયમી ઓર્ડર કરવાની કવાયત આજે નગર પાલિકા ખાતે હાથ ધરવામાં આવી હતી….
દરમિયાન પ.વ.ડી વિભાગ ના રોજમદાર કર્મચારીઓ દ્વારા તેમને પણ આ ઓર્ડર માં સમાવશે કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકા ખાતે ધસી આવ્યા હતા…જેના પગલે બંને સંગઠન ના કામદારો વચ્ચે તું.તું.મેં.મેં બાદ ભારે હોબાળો એક સમયે સર્જાતા ઓર્ડર વિતરણની કામગીરી અટવાઈ હતી………
પાલિકા પ્રમુખ આર વી પટેલ તેમજ ચીફ ઓફિસર સંજય સોનીએ મામલા અંગે જણાવ્યું હતું કે સરકાર દ્વારા માત્ર સફાઈ કામદારોના ઓર્ડર અંગે ની સૂચના આપવામાં આવી છે.પ.વ.ડી વિભાગ ના રોજમદાર કામદારો આ કેટેગરી માં આવતા ન હોવાના કારણે તેમને તેમાં સમાવેશ કરી શકાય તેમ નથી બંને પક્ષ ના આગેવાનો ને સમજાવીને ઓર્ડર વિતરણની કામગીરી કરવામાં આવશે