Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ પદે સુરભી બેન તંબાકુવાલ બિરાજમાન થયા હતા નગર પાલિકા ખાતે સત્તાવાર જાહેરાત કરાતા અંદરો અંદર સભ્યો માં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો……….

Share

ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ આર વી પટેલ ની અઢી વર્ષ ની પ્રમુખ પદ માટે ની ટમ પુરી થતા આજ રોજ નવા પ્રમુખ ની સત્તા-વાર જાહેરાત ભરૂચ નગર પાલીકાના સભાખંડ માં કરવામાં આવી હતી….

Advertisement

જેમાં સામાન્ય મહિલા સીટ માટે પ્રમુખ પદ ની રેસ માં વોર્ડ નંબર ૭ ના ભારતીય જનતા પાર્ટી ના સુરભીબેન તંબાકુવાલા        ની સ્પષ્ટ બહુમતી સાથે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી …
પ્રમુખ પદ માટે ની જાહેરાત કરવામાં આવતા જ નવ નિયુક્ત પ્રમુખ ને પાલિકા સભ્યો તેમજ કાર્યકરો એ શુભેચ્છાઓ આપી હતી.તો બીજી તરફ ઉપ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી ના વોર્ડ નંબર ૫ ના ભરતભાઈ શાહની સ્પષ્ટ બહુમતી સાથે નિમણુંક કરવામાં આવતા તેઓ ને પણ પાલિકા સભ્યો અને કાર્યકરોએ શુભેચ્છાઓ આપી હતી …
આજ રોજ બપોરે ૧૨ કલાકે ભરૂચ નગર પાલિકા ના સભાખંડ માં એસ ડી એમ.ચીફ ઓફિસર તેમજ સત્તા પક્ષ અને વિપક્ષ ના ૪૧ જેટલા સભ્યો ની હાજરી માં પ્રમુખ અને ઉપ-પ્રમુખ ની નિમણુંક અંગે નું મતદાન યોજાયું હતું….

ઉલ્લેખનીય છે કે ભરૂચ નગર પાલિકા ના પ્રમુખપદ માટે સિનિયર અને જુનિયર સભ્યો વચ્ચે જંગ જામ્યો હતો પ્રમુખ પદ ની જાહેરાત થતા જ કેટલાક સભ્યો માં છુપોરોષ જોવા મળ્યો હતો અને કહી ખુશી કહી ગમ જેવો માહોલ અંદરો અંદર સભ્યોમાં સર્જાયો હતો ..અને લોક ચર્ચા મુજબ સંઘ સાથે જોડાયેલા અને ભરૂચ નગર પાલિકા માં ભાજપ ના સિનિયર સભ્ય ની ભૂમિકા ભજવતા અંબાબેન પરીખ ની અવગણના કરવામાં આવતા તેઓ નગર પાલિકા ખાતે આવી સભા ખંડ માં કાર્યવાહી પહેલા જ વન ટુ કા ફોર થઇ ગયા હતા ……
જયારે નવ નિયુક્ત પ્રમુખ બનેલા સુરભીબેન તંબાકુવાલા એ મીડિયા સમક્ષ તેઓનું પ્રમુખ બન્યા બાદ પ્રથમ નિવેદન આપી શહેર ના લોકો ની વચ્ચે રહી તમામ પ્રકાર ના કામ કરવાની બાહેદરી આપી હતી અને તેઓના ગોડ ફાધરો નો ઉમળકાભેર આભાર વ્યક્ત કરતા નજરે પડ્યા હતા..હવે પ્રજા પણ આશા રાખશે કે સુરભી બેને કરેલા વચનો તેઓના કાર્યકાળ દરમિયાન પ્રજાલક્ષી કર્યો પૂર્ણ કરશે તેવી આશા નવા પ્રમુખ સુરભીબેન પાસે શહેરીજનો રાખી રહ્યા છે………..


Share

Related posts

સુરત : મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

નડિયાદ : યુવતીની મદદ કરતા મામલો બિચક્યો, કાર ચાલકે ચપ્પા વડે હુમલો કરતા એક ઘાયલ

ProudOfGujarat

ભરૂચ : કસક ગરનાળાનું એંગલ ધરાશાયી થયું જાણો કઈ રીતે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!