Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચના પાદરિયા અને પણીયાદરા વચ્ચે કાર પલ્ટી ખાતા ચાર ઘાયલ

Share

રસ્તામાં કોઈ જાનવર આવી જતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી
ભરૂચ,
ભરૂચ દહેજ રોડ ઉપર વાગરા તાલુકાના પાદરિયા અને પણીયાદરા ગામ વચ્ચેના રોડ ઉપર પુર ઝડપે જતી કાર સામે કોઈ જનાવર આવી જતા કાર પલ્ટી ખાતા કારમાં સવાર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોચતા તમામને સારવાર અર્થે પટેલ વેલફેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર દહેજના પરાફળીયા મા પરિવાર સાથે રહી કરિયાણાની દુકાન ચલાવતા 38 વર્ષીય શૈલેષ બીજલ પટેલ તા.2જીની રાતે પોતાની ફોરવ્હીલ કાર નંબર (GJ-16-BK-3321)ની લઈને પણીયાદરા ગામેથી રાતે પોણા દશની આસપાસ પુરઝડપે દહેજ જતા હતા.દરમિયાન કોઈ જનાવર ઓચીતું વચ્ચે આવી જતા શૈલેષ પટેલે સ્ટીયરીગ પરનો કાબુગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી.જેમાં શૈલેષ પટેલ સહિત કારમાં સવાર નરેન્દ્ર ચંદુ ગોહિલ(ઉ.વર્ષ.૩૩,રહે.પાદરિયા,આઠમ ફળીયું),કમલેશ વાળગીયા વસાવા(ઉ.વર્ષ.૨૪,રહે.દહેજ ટેકરોઝ કંપનીની બાજુમાં),ચીમન વિઠ્ઠલ સોલંકી(ઉ.વર્ષ.૪૮,રહે.મુળ વડોદરાના વિશ્રામપુરાગામ,હાલ રહે.દહેજ)ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.અકસ્માતના પગલે ગ્રામજનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કારમાંથી તમામને બહાર કાઢી ૧૦૮ને જાણ કરી હતી.ઘાયલ તમામને સારવાર અર્થે ૧૦૮ મારફત ભરૂચ પટેલ વેલફેર હોસ્પીટલમાં લવાયા હતા.આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Share

Related posts

તવરા ગામના બેટમાં આહિર સમાજના પરિવારના 21 બકરાના અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળ્યા.

ProudOfGujarat

લીંબડીથી બગોદરા તરફ આશરે 6 કિલોમીટર દૂર જાખણના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે આઘેડને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!