Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

પાલેજ નજીક અાવેલા હલદરવા ગામ પાસે બે ટ્રકો વચ્ચે અકસ્માત, 4 ને ઇજા

Share

નેશનલ હાઇવે 48 પર સોમવારના રોજ વહેલી સવારે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યકિતઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. બનાવની સ્થળ પરથી મળતી વિગતો મુજબ સોમવારના રોજ વહેલી પરોઢે આશરે સવારના 4.45 કલાકના સુમારે વડોદરા તરફથી ભરૂચ તરફ લોટની ગુણો લઈને જતી ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક રોડ વચ્ચે બનાવેલ ડીવાઈડર કુદી સામેના બીજા રોડ પર અચાનક પડતા અને ભરૂચ તરફથી અાવી રહેલી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ગંભીરતા જોતા તેમજ ટ્રકોની પરિસ્થિતિ જોતાં ટ્રકમાં સવાર કોઇ બચે એમ ન હતું પરંતુ સદનસીબે બન્ને ટ્રકોના ડ્રાઈવર કલીનરને ઓછી વત્તી ઈજાઓ સાથે ચારેયનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવના પગલે નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર થોડા સમય માટે જામ થવા પામ્યો હતો પરંતુ એલ એન્ડ ટી ની ટીમ તથા પોલીસ સમયસર આવી જતાં લોટ ગુણોને બાજુમાં ગોઠવી ટ્રકને સીધી કરી  રોડ પરથી ટ્રકને ખસેડી અવરોધ દુર કરી ટ્રાફીક રાબેતા મુજબ કર્યો હતો…

Share

Related posts

ભરૂચ : નબીપુર ને. હા. 48 પર આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 1 વ્યક્તિને ગંભીર ઇજા…

ProudOfGujarat

ગોધરામાં વ્યાજખોરો દ્વારા બે લાખની માંગણી કરતાં નોંધાઈ ફરિયાદ

ProudOfGujarat

ગોધરા:કતલ કરવાના ઇરાદે આઈસર ગાડીમાં લઈ જવાતા ૨૫ મુંગા પશુઓને પોલીસે બચાવી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!