દિનેશભાઈ અડવાણી
ભરૂચ જિલ્લાના મુસાફરોને ઘડીવાર એવો અનુભવ થયો હશે કે તેઓ ST બસમાં મુસાફરી કરતા હોય અને ભરૂચ નજીક હોય તેમ છતાં ST બસના ડ્રાઈવર કન્ડક્ટરો પોતાની સગવડ ખાતર ST ને નજીકનિજ હોટલ ખાતે અડધો-પોણો કલાક સુધી ઉભી રાખે જેના કારણે મુસાફરોને પારાવાર તકલીફો પડે છે.કેટલીક વાર બીમાર દર્દીને સહન કરવું પડે છે તો નોકરી ચાકરીએ જનારા મોડા પડે છે.આવા સમયે મુસાફરો કઈ કેહવા જાય તો ઝગડા થાય છે.જોકે આ અંગે ST તત્રં દ્વારા પણ કેટલાક કર્મચારીઓને સૂચના કે પગલાં ભરવામાં આવ્યા છે.જેમાં ડિવિઝન પ્રમાણે જોતા અમદાવાદ ડિવિઝનમાં ૦૩ ,નડિયાદમાં ૬૧,વડોદરા ૦૯,ભરૂચ ૧૦,ગોધરા ૧૧,હિંમતનગર ૨૪,મેહસાણા ૦૯,જામનગર ૦૧,પાલનપુર ૪૨,રાજકોટ ૫૩,ભાવનગર ૫૦,ભુજ ૦૯ ,સુરત ૩૬,અમરેલી ૧૦,અને જૂનાગઢ ૦૨ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
Advertisement