દિનેશભાઈ અડવાણી
ભરૂચ જિલ્લામાં વારંવાર મોટરસાયકલ અને મોપેડ જેવા વાહનોની ઉઠાંતરી થાય છે.આવા કિસ્સાઓમાં મોટા ભાગના બનાવોમાં સમય વીતી ગયા બાદ વાહનના માલિકો અને કેટલેક અંશે પોલીસ તત્રં પણ આવી મોટરસાયકલો અને મોપેડની તપાસની ફાઈલો બંધ કરી દેતા હોય છે.આવા અસંખ્ય બનાવો ભરૂચમાં બન્યા છે ત્યારે આવા બનાવોમાં શુ થાય છે તે અંગે ચોંકાવનારી વિગતો સાંપડી રહી છે.જેમાં એમ જણાયું છે કે મહારાષ્ટ્ર,રાજસ્થાન,મધ્યપ્રદેશ અને બિહારના લબર મુછિયા અને કેટલીક વાર સગીર વયના છોકરાઓ મોટરસાયકલનો કે મોપેડનું લોક તોડી તેની ઉઠાંતરી કરી અંતરિયાળ વિસ્તાર માંથી પોતાના વતન તરફ જતા રહે છે.ત્યાં જઈ ને પહેલું કામ તેઓ મોટરસાયકલ કે મોપેડની નંબર પ્લેટ તોડી નાખવાનો કરે છે ત્યાર બાદ તેને ખુબ સસ્તાભાવે વેચી નાખે છે.તાજેતરમાં LCB પોલીસે મધપ્રદેશના વિસ્તારો માંથી ૨ મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલ્યા તે આ બાબતનું સોંથી મોટું ઉદાહરણ છે.