આજરોજ તા.૦૨-૦૪-૨૦૧૮ સોમવારે ભારત બંધનું એલાન ને ભરૂચ જીલ્લામાં મિશ્ર પ્રત્યાઘાત પડયા હતા. તાજેતરમાં સુપ્રીમકોર્ટ ધ્વારા એક્રોસીતી ધ્વારા એકત અંગે કરાયેલ નિવેદન નાં આધારે સમગ્ર દેશના દલિતોની લાગણી દુભાઈ હતી. જેથી ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એસ.સી, એસ.ટી તેમજ અન્ય દલિત સંગઠનો ધ્વારા અપાયેલ આ એલાનને રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ અને અન્ય પક્ષો ધ્વારા પણ દલિત સમાજને સમર્થન અપાયું હતું. તેની ભારત બંધ ની અસર દેશના વિવિધ વિસ્તારમાં જણાઈ હતી. ભરૂચ જીલ્લામાં આજે વહેલી સવારે વિવિધ વિસ્તારોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચાના રેલ્વે સ્ટેશન ખાતે આવેલ ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ભેગા થઇ પ્રતિમાને ફૂલહાર કરી રેલીનું આયોજન કરાયુ હતું. અને રેલી સુત્રોચ્ચાર સહીત ભરૂચ નગરના મુખ્ય માર્ગો પર ફરી કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં સુપ્રીમ કોર્ટ ધ્વારા એક્રોસીતી એક્ટ અંગે કરાયેલ ટીપ્પણી ને વખોડવામાં આવિ હતી. એમ પણ જણાવવામાં આવ્યું હતું કે એક્રોસીતી એકત અંગે સુપ્રીમ કોર્ટ ની ટીપ્પણી થી દલિતોના હિતો જણાવતા નથી ભરૂચ નગરમાં આયોજિત રેલી અને આવેદન પત્ર પાઠવવામાં એસ.સી,એસ.ટી તેમજ અલગ-અલગ દલીત સંગઠનોમાં આગેવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ભારત બંધ એલાન ને ભરૂચ જીલ્લામાં મિશ્ર પ્રત્યાઘાત…. સુત્રોચાર સાથે રેલી
Advertisement