દિનેશભાઈ અડવાણી
ભરૂચ પંથકમાં હોળી-ધુળેટીનો પર્વ આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં ઉજવાયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.ગત રોજ સાંજના સમયથી હોળી પ્રગટાવ્યા બાદ ધુળેટીના પર્વની ઉજવણી શરૂ થઇ ગઈ હતી.ભરૂચ પંથકમાં વસતા રાજસ્થાન ,ઉત્તરપ્રદેશ ,મહારાષ્ટ્ર ,બંગાળ ,જેવા રાજ્યના રહેવાસીઓએ પોતાના વતનના રીત રિવાજ મુજબ પરંપરાગત રીતે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.સમગ્ર ભરૂચ વિસ્તારમાં લોકોના ટોળા એક બીજાને ગુલાલ વડે એકબીજાને રંગતા હોય તેવા દ્રસ્યો ખડા થયા હતા.તેમજ વિવિધ સોસાયટી વિસ્તારોમાં તેમજ નગરોમાં સામુહિક હોળીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.કેટલીક કલબો અને સંગઠનો દ્વારા જુવેનાઈલ હોમ ફોર બોયઝ અને અન્ય સંસ્થાઓમાં પર્વ ઉજવ્યો હતો.મીઠાઈ વહેચવામાં આવી હતી.આવા વાતાવરણ વચ્ચે રંગ રસિયા પોતાના શરીર પરથી રંગ ઉતારવા નર્મદા નદીમાં સ્નાન કરવા જતા નદીના પાણી સુકાયેલા જણાતા રંગ રસિયા પણ દુઃખી થઇ ગયા હતા અને ભારે હૈયે કિનારા પરથી મનમાં ને મનમાં તત્રં વિશે આડું-તેડું વિચારી ઘરે પરત ફર્યા હતા.