Proud of Gujarat
FeaturedGujarat

નર્મદા ચોકડી નજીક એસ.ટી બસનો અકસ્માત.એસ.ટી બસ પલ્ટી ખાતા ૨ કલાકની જહેમતે બસને સીધી કરાતા મુસાફરોમાં હાશકારો…

Share

દિનેશ અડવાણી

ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાત્રીના ૩ વાગ્યાના અરસામાં ટ્રક અને એસ.ટી વચ્ચે અકસ્માત થતા એસ.ટી બસ પલ્ટી ખાય ગઈ હતી.જેના પગલે નિદ્રાધિન મુસાફરો હેબતાઈ ગયા હતા અને કિકિયારીઓ પાડી મૂકી હતી .જેના પગલે આજુ-બાજુના રહીશો ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને મુસાફરોને શક્ય એટલી મદદ કરવાના પ્રયાસ કર્યા હતા.બીજી બાજુ એસ.ટી બસ સીધી કરવા માટે પણ યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.પાટણ થી નાસિકની એસ.ટી બસને નર્મદા ચોકડી નજીક ટ્રક ચાલકે ટક્કર મારતા બસ પલ્ટી ખાઈ ગઈ હતી.જેના પગલે એસ.ટી બસ માના ૧૦ કરતા વધુ મુસાફરોને ઇજા પોહચી હતી .આ બનાવ અંગે એસ.ટી બસના ડ્રાઈવર જૈમિન જાનીએ સી-ડીવીસન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ પોલીસ કરી રહી છે.ટ્રક નંબર GJ ૧૦ TS ૭૧૯૯ અને એસ.ટી બસ નંબર GJ ૧૮ z ૩૧૧૬ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : રાજ્યસભાનાં સાંસદ અહમદભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ થયા.

ProudOfGujarat

ભરૂચની દેરોલ ચોકડી પાસેથી ચોરાઉ ટેમ્પો સાથે એક ઈસમને ઝડપી પાડતી એલસીબી

ProudOfGujarat

સુરત-હનીટ્રેપમાં ફસાવનારી મહિલાઓની ધરપકડ-અમરોલી પોલીસે માતા-પુત્રી સહિત 3ની ધરપકડ કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!