દિનેશ અડવાણી
ભરૂચના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કર્મઠ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય.જેમાં દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.ફાઈનલમાં કરજણ નેશનલ પોલીટેકનીક ટીમનો વિજય થયો હતો.ભરૂચના નર્મદા માર્કેટની બાજુમાં આવેલ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કર્મઠ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતા વિવિધ તાલુકા જિલ્લાની નેશનલ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓની ટીમ મેદાનમાં ઉતરી હતી.જેમાં ફાઇનલ ભરૂચ અને કરજણ વચ્ચેની નેશનલ પોલિટેકનિક કોલેજ વચ્ચે રમાઈ હતી.જેમાં પાંચ વિકેટ સાથે કરજણ નેશનલ પોલિટેકનિક કોલેજ વિનર થતા તેઓની ટીમને ટ્રોફી સંસ્થાના ડાયરેક્ટર એમ.એચ.પટેલ તથા કેતનભાઇ રાણાના હસ્તે એનાયત કરાઇ હતી.ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન હરેશ પટેલ,બેસ્ટ બોલર સફવાન પટેલ,બેસ્ટ રનર્સ તરીકે ભરૂચ નેશનલ પોલીટેકનીક જ્યારે મેન ઓફ ધ મેચ કરજણના જાનીશ અલતાજને પણ ટ્રોફી એનાયત કરી તેઓનું સન્માન કરાયું હતું.સંસ્થાના ડાયરેક્ટર એમ.એચ.પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને રમત-ગમતમાં પણ ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે છેલ્લા દસ વર્ષથી કર્મઠ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે.