દિનેશ અડવાણી
હોળી ધુળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પોલીસ તત્રં દ્વારા દારૂની બદી સામે લાલ આંખ કરવામાં આવી રહી છે.ગોલ્ડન બ્રિજના ઉત્તર છેડે સ્કોડા જેવી વૈભવી કાર માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર LCB પોલીસે આ વિદેશી દારૂ ઝડપ્યો હતો.જેમાં હે.કો.જયેન્દ્રભાઈને મળેલ બાતમી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ અને ઇન્ચાર્જ LCB PI જે.એન .ઝાલાની સૂચના અનુસાર PSI એ.એસ.ચૌહાણ અને વાય.જી.ગઢવી અને તેમની ટીમે કાર્યવાહી કરતા સ્કોડા ફોરવ્હીલ ગોલ્ડન બ્રિજના ઉત્તર છેડે જણાતા તેની તપાસ કરતા કાર માંથી વિદેશી દારૂ તથા ટીન નંગ-૭૮૦ કિંમત રૂપિયા ૧૮૭૨૦૦,આરોપી પાસે મળેલ રોકડા રૂપિયા ૨૫૮૦,મોબાઈલ નંગ-૨ કિંમત રૂપિયા ૧૦૫૦૦ અને સ્કોડા કાર કિંમત રૂપિયા ૩ લાખ બધું મળી પોલીસે રૂપિયા ૫૦૦૨૮૦ ની મત્તા જપ્ત કરેલ છે.આ બનાવના પગલે બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે.જોકે ચાલતી લોક ચર્ચા પ્રમાણે દારૂ પીનાર તો પિયે જ છે અને તેમને દારૂ મળી જ રહે છે.જોકે આ બનાવમાં આરોપી સફીક ઈસ્માઈલ મલેક રહેવાસી તાદંલજા વડોદરાની પોલીસે અટક કરેલ છે. કહેવાય છે કે ગત રાત્રી દરમ્યાન ભરૂચ વિભાગના એ અને બી ડિવિજન માં વિદેશી દારૂ ઠલવાયો હતો જો આ એલ સી બી પોલીસે સામી હોળી એ થોડી આળસ માંથી ઉભી થાય તો બીજા ના ખભે બંદૂક મૂકી વિદેશી દારૂ સપ્લાય કરતો ભરૂચના નામચીન બુટલેગરને ફરી ભોંય ભેઠો કરી શકે છે તેવી લોકચર્ચા ચાલી રહી છે.