સમગ્ર ગુજરાતની સિવિલ હોસ્પિટલ જેવા આરોગ્ય ધામોમાં સ્વચ્છતા જાળવવી તેમજ પીવાના પાળીનો બગાડ ન કરવો અને દર્દીને સારવાર અંગે અનુકુળ વાતાવરણ ઉભું કરવું આ બધી બાબતો પ્રાથમિક બાબતો છે.પરતું ભરૂચ ની સિવિલ હોસ્પિટલના કર્તાહર્તા દ્વારા આવા પાયાના સિધ્ધાંતો અને ધારાધોરણો જરાવતા નથી અસહ્ય ગંદકી અંગે વારેવાર નાગરિકો અને દર્દીઓએ રજૂઆતકરી હોવા છતા કોઈ ફેર પડ્યો નથી.તેવામાં પીવાના પાણીના બગાડ અંગે અહેવાલ વિવિધ માધ્યમોમાં પ્રસારિત થતા તંત્ર ચોકી ઉઠ્યું હતું અને પરિણામે ભરૂચ જીલ્લા સમાહર્તા સંદિપ સાંગળેએ તુરંત જ લઈ સિવિલ હોસ્પીટલના મુખ્ય કર્તાહર્તા એવા સિવિલ સર્જનને નોટીસ ફટકારી હતી પરંતુ હજારો ગેલન પીવાના પાણીનો બગાડ અને તેથી મેદાન માં થયેલ ગંદકી અંગે કયા કારણો જવાબદાર છે તેનો ખુલ્લાસો પાળી દિન પાંચ માં આપવા તાકીદ કરેલ છે.
સમગ્ર ભરૂચ જીલ્લા ના સિવિલ હોસ્પીટલના ભરૂચના કર્તાહર્તા કયો જવાબ આપે છે તેની આતુરતા પૂર્વક રાહ જોવાય રહી છે.