Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

મગણાદ ગામ પાસે રેનોલ્ડ ક્વિડ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી LCB પોલીસ…

Share

દિનેશ અડવાણી

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ પાસે મળેલ બાતમીના આધારે LCB પોલીસે રેનોલ્ડ ક્વિડ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.LCB PSI એ.એસ.ચૌહાણ તેમને મળેલ બાતમી મુજબ જંબુસર વિસ્તારમાં અલગ-અલગ ટિમ બનાવી પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે મગણાદ ગામના પાટિયા પાસે લાલ કલરની નંબર વગરની રેનોલ્ડ ક્વિડ ગાડીમાં ૨ ઈસમો જણાયા હતા.ગાડી ઉભી રાખી ઈસમોની પૂછપરછ કરતા આ ઈસમો નામે ઓમ પ્રકાશ કામેશ્વરસિંહ રહેવાસી તાલુકો પારડી જિલ્લો વલસાડ તથા તેની બાજુની સીટમાં બેસેલ રવિન્દ્ર ઉર્ફે બાલી પ્રવીણભાઈ ગોહિલ રહેવાસી ઘોડી ફળ્યું જુના તવરા તાલુકો ભરૂચ જણાયું હતું .જયારે કબ્જે કરેલ મુદ્દા માલમાં ગાડી કિંમત રૂપિયા ૩ લાખ,અંગઝડતીના રોકડા રૂપિયા ૩૦ હજાર,મોબાઈલ નંગ-૨ કિંમત રૂપિયા ૧૫૫૦૦ તથા દારૂના પાઉચ નંગ-૧૯૨ કિંમત રૂપિયા ૧૯૨૦૦ મળી કુલ રૂપિયા ૩,૬૪,૭૦૦ નો મુદ્દા માલ ઝડપી પાડેલ છે.આ બનાવ અંગે વધુ તપાશ આમોદ પોલીસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ નારાયણ વિધાવિહાર ખાતે નદી ઉત્સવ ઉજવણીના ભાગરૂપે વાર્તાકથન તથા ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

નેત્રંગ : વટ સાવિત્રીનાં વ્રતની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

વાંકલ : શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલય કઠોરનું ધો.12 નું સામાન્ય પ્રવાહમાં 71.29% પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!