દિનેશ અડવાણી
જુના ભરૂચમાં પ્રચાર અર્થે આવનાર ઉમેદવારોને બુટ ચપ્પલનો હાર પહેરાવાશેના બેનર લાગતા કેટલાક લોકોને તકલીફો પડતા બેનરો દૂર કરવા જતાં બંને વચ્ચે ભારે તુતુ-મેંમેં થતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.જુના ભરૂચના રહીશ નિખિલ શાહે પોતાના વિસ્તારોમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે કોઈપણ ઉમેદવારે જુના ભરૂચમાં પ્રચાર અર્થે ન આવવું નહીંતર બુટ ચપ્પલનો હાર પહેરાવવાના બેનર લગાવતા નિખિલ શાહને સ્થાનિક રહીશોનું સારું સમર્થન મળ્યું હતું.પરંતુ જૂના ભરૂચના રહીશ ધવલ કનોજીયાએ નિખિલ શાહે લગાયેલા બેનર મુદ્દે વિરોધ વ્યક્ત કરી બેનરો દૂર કરવાનો પ્રયાસ કરતા બંને વચ્ચે ભારે તુતુ-મેંમેં થતા વાતાવરણ ગરમાયું હતું.જુના ભરૂચના લોકો સાંકડા માર્ગને લઇ વારં-વાર ટ્રાફિક જામનું ન્યૂસન્સ સહન કરી રહ્યા છે.ખુલ્લી ગટરોથી પરેશાન થઈ રહ્યા છે.ઊબડ-ખાબડ માર્ગોથી પરેશાન હોવાથી નિખિલ શાહે જુના ભરૂચમાં બેનર લગાવ્યા હોવાનું જણાવ્યું હતું.તો ધવલ કનોજીયાએ પણ નિખિલ શાહ કોંગ્રેસનો હોવાથી બેનર લગાવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.પરંતુ જુના ભરૂચમાં વિકાસ નથી થતો તે તો નક્કી જ છે ત્યારે જુના ભરૂચમાં વિકાસ થાય તે જરૂરી છે.