Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ એલ.સી.બી. દ્વારા નેશનલ હાઇવે નં-૮ પર ખારોડ ગામ નજીક લખો રૂપિયા નો વિદેશી દારૂ ઝડપાયો

Share

ભરૂચ એલ.સી.બી. દ્વારા વિવિધ વિસ્તારો માં દરોડા પાડી લખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.મળેલ બાતમીના આધારે ખારોડ ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવામાં આવી હતી જે દરમ્યાન બાતમી મુજબની ટ્રક મળી આવી હતી. ટ્રક નો ચાલક જડ્પાયો ન હતો તેમજ ટ્રકમાં તપાસ કરતા ટ્રક ખાલી હોય જેથી ટ્રકમાં જીણવટભરી રીતે તપાસ કરતા કેબીનની પાછળ ના ભાગો જોતા ટ્રકની બોડીના ભાગો પતરાને પાટીશન  કરી એક ચોરખાનું બનાવામાં આવ્યું હતું જેને ઉપર ખસેડી શકાય તેવી પતરાની પ્લેટ લગાવેલી હતી,જે પ્લેટ ખસેડી જેના ચોરખાના માંથી પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ તથા બિયર ભરેલ બોક્ષ નંગ ૮૦ મળી આવ્યા હતા જેમાં કુલ બોટલો નંગ ૨૮૮૦ કિમત રૂપિયા ૩,૩૮,૪૦૦ નો મુદ્દામાલ અને ટ્રક મળી કુલ કિમત રૂપિયા ૮,૩૮,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રક નં – જીજે-૦૬-વિ-૮૯૨૮ ની કિમતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

હેડ કોન્સટેબલ બાલુભાઈ આહિરને મળેલ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.ચૌટાલા તથા વાય.જી.ઇસરાણી અને એલ.સી.બી.ની ટીમ દ્વારા બાતમી ના આધારે વોચ ગોઠવી લખો રૂપિયાનો વિદેશીદારૂ અંકલેશ્વર ખાતે ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

Advertisement

Share

Related posts

વડોદરાની MS યુનિ. નજીક શિવ મંદિર પાસે 3 યુવકો નમાઝ પઢતા હોવાનો વીડિયો વાયરલ થતા હોબાળો

ProudOfGujarat

બેન્ક પ્રતિનિધિ બની ને કરાતા ખોટા ફોન કોલ થી સાવધાન રહેવાની જરૂર

ProudOfGujarat

વડોદરાની સેન્ટ્રલ જેલમાં વધુ એક કેદી મોબાઇલ ફોન સાથે ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!