દિનેશ અડવાણી
ભરૂચ જિલ્લાનો ક્રાઈમ ઇતિહાસ જોતાં કે પછી દેશી-વિદેશી દારૂ વિવિધ જાતના જુગારનો ઇતિહાસ જોતાં જણાય છે કે આ જિલ્લામાં કોઈ કાયમનો બાદશાહ નથી.તેમાંય જ્યારે ભરૂચ પંથકના પ્રભારી મંત્રી અને ગૃહમંત્રી એક હોય ત્યારે ભરૂચ પંથક રાજ્ય માટે રોલ-મોડલ હોવું જોઈએ.અલબત્ત ક્રાઇમની દુનિયામાં તો ખરું જ પરંતુ છે ખરું?
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા અને તેમને છુટા ઢોર થયેલા અને નશાની ભાષામાં કહીએ તો જે માજી ગયેલા હતા એવા ક્રાઇમની દુનિયાના આખલાઓને ખૂટે બાંધ્યા.તેથી ક્વોલિટી કેસ વધ્યા.એક જાતનું વાતાવરણ ભરૂચ જિલ્લામાં બંધાયું કે જે થઈ ગયું તે થઈ ગયું હવે તાળા લાવો અને ધંધો બંધ કરો પરંતુ વાસ્તવમાં એવું છે ખરું? શું દારૂની લત ધરાવનારાઓને દારૂ છૂટથી મળે છે કે નથી મળતો,જુગારની બંદીથી ટેવાયેલા જુગારીઆઓ જુગાર રમી શકે છે કે નથી રમી શકતા?. આ બધા પ્રશ્નોનો જવાબ જો હા માં આવતો હોય તો કયા પરિબળો,કયા વહીવટદારો પોલીસ,બુટલેગર,જુગાર અને આંકડા જેવા ધંધાઓને બેલેન્સ કરી રહ્યા છે.બુટલેગરો કે જુગારના માંધાતાઓ જાહેરમાં દેખાતા નથી તેમની બેઠકો સુની છે પરંતુ આ તમામ ભરૂચ જિલ્લામાં જ છે તે પણ એટલી જ નરી વાસ્તવિકતા છે.ત્યારે જિલ્લા પોલીસ વડાના સપાટાના વાવાઝોડાથી શરૂઆતમાં બધા બેનંબરીઓ ઘૂંટણિયે પડી ગયા અને રોજ એવા સમાચાર વહેતા હતા કે બુટલેગરો અને જુગારીઓને ઝબ્બે કરવામાં આવ્યા.આ એક એવો સમય હતો કે પોલીસના સપાટા બાદ જ્યારે બુટલેગરો અને આકડાના જુગારના મુખ્ય રીઢા સૂત્રધારો જાહેરમાં પાન-બીડીની દુકાન કે ચાની કીટલી પર ચાય પે ચર્ચા કરતા નજરે પડતા હતા અને લોકોમાં ચર્ચાતું હતું કે આ લોકો માટે એમ કહી શકાય કે કાયદો તેમના ગજવામાં છે.પરંતુ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આવા તત્વો સામે કાયદાનો કોરડો વીંઝયો હતો.
હવે એ સમય વીતી ગયો ખીલે બંધાયેલા આવા રીઢા બુટલેગરો અને જુગારીયાઓ ફરી સક્રિય થવા લાગ્યા પરંતુ અસામાજિક તત્વો પણ બેનંબરી ધંધાકીય સૂઝ-બુઝ ધરાવતા હોય તેમ તેમણે મેનેજમેન્ટ ફંડા થિયરી અપનાવી ધંધા ફરી સક્રિય કર્યા.હવે કેવું વાતાવરણ સર્જાયું! એકબાજુ પોલીસ તંગ છે,કાયદો છે, ઉપરછલ્લે કાયદાનું અમલીકરણ થાય છે.તે કડવી હકીકત એ છે કે દારૂ પણ મળે છે,આંકડા જુગાર પર રમાય છે.બધા પોતપોતાની રીતે સક્રિય છે તેનું પરિણામ એ આવ્યું કે એ પહેલા જેવા ક્વોલિટી કેસોની સંખ્યાઓ ઘટી ગઈ,પહેલા પોલીસ દાવા કરતી હતી કે રોજ અમે ક્વોલિટી કેસો કરીયે છીએ પરંતુ હાલની પરિસ્થિતિમાં મેનેજમેન્ટ ફંડા કામ કરતું હોય એમ કહેવાય છે.
મેનેજમેન્ટ ફંડાની વિગતો જોતા લોક ચર્ચા પ્રમાણે પોલીસ તંત્રની કામગીરી છે સાથે બુટલેગરો અને સાથે આંકડા જુગાર ધામના સંચાલકો પણ સક્રિય છે.તેમ છતાં વચ્ચે કોઈને કોઈ સચોટ અને નક્કર ભૂમિકા ભજવી રહ્યું છે.મેનેજમેન્ટ ફંડાના આકાઓની સક્રિયતાથી અસામાજિક તત્વોને તો ફાયદો જ ફાયદો છે.બીજીબાજુ કેટલા લોભિયા પોલીસ તંત્રના અમલદારોનો પણ ફાયદો છે પરંતુ આ કારણોસર સુજબુજ અને કોઠાસૂઝ ધરાવનાર અને હથિયાર એવા ભરૂચ જિલ્લા પોલીસ વડાની છબી પણ બગડી રહી હોવાનું કહેવાય છે તેનું શું? લોકચર્ચા પ્રમાણે કેટલાક તત્વો હોશિયાર પોલીસ વડાની પીઠ પાછળ વાર કરી રહ્યા છે તેનું ઉદાહરણ તાજેતરમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા ઝડપાયેલા આમોદ જુગાર કાંડ અંગે LCB અને સ્થાનિક પોલીસની રીતિનીતિ જવાબદાર હોય શકે.