Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ નજીક ઝાડેશ્વર વિસ્તાર માંથી જુગારીયા ઝડપાયા.મધ્ય રાત્રીના સમયે ક્યાં જુગાર રમાતો હતો…

Share

ભરૂચ નજીક આવેલ ઝાડેશ્વર ગામના કોઠી ફળિયા વિસ્તારમાં ગત રાત્રીના આશરે ૨ વાગ્યાના સુમારે ૮ જેટલા જુગારિયોં જુગાર રમતા ઝડપાયા હતા.જેની પાસેથી પોલીસે ૧.૬૩ લાખ ઉપરાંતની મત્તા જપ્ત કરેલ છે.ભરૂચ પોલીસ તત્રંના સી-ડિવિઝન પોલીસના સૃત્રોના જણાવ્યા અનુસાર ઝાડેશ્વરના કોઠી ફળિયા વિસ્તાર પાસે નરેશ હરેશ વસાવા રહેવાસી ઝાડેશ્વર,મુકેશ મગન ચાવડા રહેવાસી મક્તમપુર,મુકેશ જયંતીભાઈ વસાવા રહેવાસી મક્તમનપુર,કિરીટ ઉર્ફે નિલેશ રમન પાટણવાડિયા રહેવાસી દુબઇ ટેકરી ,ગુલામ નાનુભાઈ વસાવા રહેવાસી ઝાડેશ્વર,મહેશ શનાભાઈ ઓડ રહેવાસી ઝાડેશ્વર,કરણ શાંતિલાલ માછી રહેવાસી ઝનોર,રામમિલન ચૌહાણ રહેવાસી મક્તમપુર આમ ૮ જુગારીયાઓ પત્તાં પાન્નાનો જુગાર રમતા ઝડપાયા હતા .જેમાં દાવ પરના ૧૬૨૦૦ અંગઝડતીના ૧૩૩૫૦ મોબાઈલ નંગ -૭ કિંમત રૂપિયા ૪૩૫૦૦ બુલેટ મોટરસાયકલ કિંમત રૂપિયા ૯૦૦૦૦ મળી કુલ ૧,૬૩,૦૫૦ નો મુદ્દા માલ પોલીએ જપ્ત કરેલ છે .આ બનાવ અંગે PSI પી.વી.પાટીલને બાતમી મળતા તરતજ કાર્યવાહી કરી જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

Advertisement



Share

Related posts

ભરૂચ નગરપાલિકા તંત્રની બેદરકારી : રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાથી અકસ્માતનો ભય : ગેરકાનુની કૃત્ય કરનારાઓને લીલા લહેર…

ProudOfGujarat

અંકલેશ્વર ના જુના દીવા ગામમાં ખેતીવાડી ના કામ માટે મૂકવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર ચોરી થતાં શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ….

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં નવરાત્રી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહમય માહોલ વચ્ચે ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!