ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાની સાથે જ જીવ-જંતુ પણ જમીન ના દરો માંથી બહાર નીકળી રહ્યા છે ત્યારે ભરૂચના રેલવે કોલોની સ્થિત અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન ની ટાંકી માં વિશાળ કોબ્રા સાપ હોવાની માહિતી મળતા સેવાભાવી સંસ્થાના મુકેશભાઈ વસાવા એ દોડી જઇ ટાંકીમાં રહેલા કોબ્રા નામના સાપને ઝડપી લઇ સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી છે જોકે રેલવે કોલોની વિસ્તારમાં પાંચથી છ ફૂટ સાપ હોવાની વાતને લઇ સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો.
Advertisement