Proud of Gujarat
FeaturedGujarat

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખનો MLA છોટુભાઈ વસાવા પર સોશિયલ મીડિયા દ્વારા પ્રહાર જાણો શું કહ્યું…..???

Share

હાલ લોકસભાની ચૂંટણીના ડંકા વાગી ગયા છે ત્યારે તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે ત્યારે ગુજરાતમાં ભરૂચ લોકસભાની સીટ ખૂબ મહત્વપૂર્ણ છે. જેમાં એશિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે જેમાં ઝઘડિયા પાનોલી દહેજ વિલાયત વાગરા જેવી ઇન્ડસ્ટ્રીયલ આવેલી હોવાથી તમામ પક્ષોની નજર ભરૂચ લોકસભા પર છે.ત્યારે હવે ઝઘડિયાના ધારાસભ્ય પણ લોકસભામાં મેદાને ઉતરી ગયા છે ત્યારે ઝઘડિયાના ધારાસભ્યએ ફેસબુક માધ્યમ દ્વારા નરેન્દ્રભાઈ મોદીને ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ ભરૂચ લોકસભા થી ઉમેદવારી કરી જીતી બતાવે ત્યારે ફેસબુક માધ્યમથી જ ભરૂચ જિલ્લાના યુવા પ્રમુખ શ્રી સુરેશભાઇ પટેલે પણ વળતો જવાબ આપતા ઝઘડિયાના ધારાસભ્યને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી તો બહુ દૂરની વાત રહી તમને તો ખાલી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ જ કાફી છે ત્યારે હવે જોવાનું રહ્યું આગામી ભરૂચ લોકસભા માં કોણ ઉમેદવારી કરે છે અને કોણ કોને હરાવે છે.

Advertisement

Share

Related posts

નેશનલ હાઇવે 48 પર ચક્કાજામ: વલથાણ ચોકડી નજીક બે યુવકના મોત  બાદ માંકણા ગામના લોકોનું ચક્કાજામ.ઓવરબ્રિજની માંગ સાથે મામલતદાર અને પોલીસને આવેદન પત્ર પાઠવાયું…  

ProudOfGujarat

પાલેજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી આંકડાનો જુગાર ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 18 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1957 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!