પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા ચોકડી પાસેથી ચોરીની મોપેડ સાથે એક ઈસમ પ્રસાર થવાનો છે જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી ઉભી હતી તે વેળા બાતમીવાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી તેની પાસે રહેલ મોપેડના જરૂરી કાગળ માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની વધુ પુછપરછ કરતા તેણે મોપેડ અંક્લેશ્વરમાંથી ચોરી કરી હોવાનું કાબુલ કરતા પોલીસે મૂળ હાંસોટના કઠોદરા નવી પારડીના અને હાલ સરફુદ્દીનના જલકુંડમાં રહેતા પ્રકાશ ઉર્ફે પકો અરવિંદભાઈ વસાવાને ઝડપી પાડી તેની વધુ પુછપરછ કરતા તેણે અંકલેશ્વર શહેર,જી.આઈ.ડી.સી તેમજ વાલિયા અને હાંસોટમાંથી બાઈક ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે તેની પાસેથી ચોરીની પાંચ બાઈક કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર સહીત અન્ય બે તાલુકોમા બાઈકની ચોરીના ગુનાને અંજામ આપનાર બાઈક ચોરને ઝડપી પાડી પાંચ વાહનો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે…
Advertisement