મૂર્તીની ચોરી બાદ ધાર્મીક લાગણી દુભાતા ભકતોમા રોષ……
ભરૂચના ભરચક એવા સ્ટેશન રોડ જેવા વિસ્તારમા આવેલ “મા” નુ ઘર મંદિરમા આવેલ અંબાજી માતાની આરસ પહાણ ની મૂર્તીની ચોરી કરી હોવાનો બનાવ બન્યો હતો. આ પવિત્ર મુર્તી ૩૦ થી ૩૫ કિલોનુ વજન ધરાવે છે. તસ્કોરોતેને કઈ રીતે ઉંચકી ગયા હશે તેનો વિચાર રહ્યો. સ્ટેશન રોડ ઉપર ના નવલખાની ચાલમા આવેલ “માં” નુ ઘર મંદિરમાથી અંબાજી માતાની આરસ પહાણની પવિત્ર મૂર્તીની ચોરી થઈ હોવાનુ જાણવા મળેલ છે.આ ચોરી ગત રોજ બપોરના સમયે થઈ હોવાનુ જાણવા મળેલ છે. આ મંદિર નજીક રહેતા વિશ્વ હિંદુ પરિષદના આગેવાન પણ મૂર્તીની શોધ ખોળ કરી હતી. પરંતુ લોકો અને આગેવાનો માતાજીની મૂર્તીની શોધ ખોળ કર્યા બાદ પણ મૂર્તી ન મળી આવતા મંદિર સંચાલકો એ માતાજીનો ફોટો ફેસબુક ઉપર મુકી પ્રતિમાને પરત મુકી જવા માટેનો મેસેજ ફેસબુક પર મૂક્યો હતો. જેના પગલે આ સમગ્ર પ્રકરણ સોશિયલ મિડીયા ઉપર વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી. જો કે પોલીસે સ્થળ પરના સી.સી.ટી.વી કેમેરા ફુટેજ કબજે મેળવી પ્રતિમાની ચોરી કરનારા ચોરને ઝડપી પાડવા પ્રયાસ કરેલ છે. જો કે આ બાબતે હજી સુધી પોલીસતંત્રના ચોપડે કોઈ નોંધ થયેલ નથી.