ભરૂચ
ભરૂચ તાલુકાના ઝઘાર ગામખાતે ૮ બકરાંઓની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો તસ્કરો ફોર-વહીલ વાહનમાં આવ્યાં હતાં.જોકે તસ્કરો સી.સી.ટી.વી કેમેરામાં ઝડપાઇ ગયા હતા.ભરૂચ તાલુકામાં બકરા ચોર ગૅંગ સક્રિય થઈ હોય તેમ જણાઈ રહ્યું છે.આજે મળસ્કાના ૪ વાગ્યાના અરસામાં મોટરકાર લઈ બકરા ચોરી કરનારા ઝઘાર ગામ ખાતે આવી પહોંચ્યા હતા અને ૮ બકરાંઓની ચોરી કરી હતી.તસ્કરો સી.સી.ટી.વી કેમેરામાં ઝડપાઇ ગયા હતા.નબીપુર પોલીસ બનાવની તપાસ કરી રહી છે.
અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ જિલ્લામાં બકરાઓ ઉપરાંત ભેંસોની ચોરી ના ઉપરા-છાપરી બનાવો ઉનાળાના દિવસો દરમિયાન બનતા હોય છે.ઘણીવાર આવા પશુ ચોરો બેભાન કરવાના ઈન્જેકશન સાથે લઇ નીકળતા હોય છે.જેમાં ફોર-વ્હીલ ગાડીમાં સવાર થઈને આવેલ તસ્કરો પેહલા કોઈ સાધન વડે પશુઓને બેભાન કરવાના ઇન્જેકશનો મારે છે.ત્યાર બાદ પશુ બેભાન થયેલ છે કે કેમ એની ખાતરી પણ કરે છે કે જેથી પશુઓ બૂમબરાડા પાળી લોકોને જગાડી ના દે.પશુ સંપૂર્ણ બેભાન થઇ ગયા બાદ પશુ ચોરો તેને ઉઠાવી લેતા હોય છે.