ભરૂચ સંસદીય લોકસભા વિસ્તારમાં ચૂંટણીના પરિણામો કેવા આવશે તે અંગે અત્યારથી જ વિવિધ રાજકીય ગણિતો મુકાય રહ્યા છે.એક સમય એવો હતો કે જયારે લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ હતો પરંતુ ત્યારબાદ રામમંદિરનો જુવાળ અને તેથી હિન્દુત્વનું વાવાઝોડું ફુંકાતા કોંગ્રેસનો ગઢ મટી ભરૂચ લોકસભા બેઠક ભાજપનો ગઢ બની ગઈ.ભાજપના ચંદુ દેશમુખનો જંગી વિજય બાદ તેમના અવસાન પછી સતત મનસુખભાઈ વસાવા આ બેઠક પર જીતતા આવ્યા છે.હવે ફરી એક વાર લોકસભાની ચૂંટણીનું વાતાવરણ ભરૂચ સંસદીય મત વિસ્તારમાં જણાય રહ્યું છે.હાલ જે તે રાજકીય પક્ષો પોતાના સંગઠનને બૂથ લેવલ સુધી મજબૂત કરવામાં લાગી ગયા છે ત્યારે ભરૂચના સામાન્ય મતદારો એમ વિચારી રહ્યા છે કે આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા આ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.શુ તેઓ પોતે ઉભા રહેશે? અથવા તો કોંગ્રેસ પક્ષ તેમને ઉભા રાખશે ?જે હોય તે પરંતુ છોટુભાઈ વસાવા એક મહત્વના પરિબળ તરીકે સાબિત થશે.વિવિધ રાજકીય પક્ષોની મત બેંક તૂટી મતદારો ઓછા થયા પરંતુ છોટુભાઈ વસાવાના મતદારો અકબંધ રહ્યા.ચૂંટણી પંચે ગત વિધાનસભામાં એમનું ચિન્હ પણ બદલી નાખ્યું તેમ છતાં વધુ સરસાયથી તેઓ જીતી આવ્યા.કેટલાક એમ કહે છે કે ૧.૫૦ લાખ મત પછી એમની ખરી મત ગણતરી શરૂ થાય છે.આવા છોટુભાઈ વસાવા આવનાર લોકસભાની ચૂંટણીમાં કેવી રાજકીય ભૂમિકા ભજવે છે તે જોવું રહ્યું.
આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા પોતે કિંગ કે કિંગમેકરની ભૂમિકા ભજવશે ? જાણો ભરૂચ લોકસભાનું હાલનું રાજકીય ચિત્ર…
Advertisement