Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લાની જીઆઇડીસીઓમા આવેલ કંપનીઓ દ્વારા ખાનગી ખેતરોમાં કેમિકેલનો નિકાલ કરતા ઉદ્યોગો જાણો ક્યાં અને કેવી રીતે?

Share

અંકલેશ્વર જીઆઇડીસી,દહેજ જીઆઇડીસી,વિલાયત જીઆઇડીસી,વાગરા જીઆઇડીસી,પાનોલી જીઆઇડીસી,ઝગડીયા જીઆઈડીસી ઔદ્યોગિક સંસ્થાઓ પોતાનું આગવું સ્થાન રાષ્ટ્ર,આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પામી રહી છે ત્યારે કેમિકલ ઉદ્યોગો માંથી નીકળતો રાસાયણિક કચરો તેમજ પ્રદુષિત પાણી જેનો નિકાલ અંકલેશ્વરના આજુબાજુના વિસ્તારમાં ખાલી કરવાની પ્રવૃતિઓ થતી હતી પરંતુ હવે વન્યજીવન આદિવાસીઓ જીવી રહ્યા હોય એવા વિસ્તારોની અંદર હવે આ કેમિકલ યુક્ત કચરો તેમજ પ્રદૂષિત પાણી છોડવા માટે જંગલોનો આશરો લઇ રહ્યા છે પરંતુ પર્યાવરણને નુકશાન પહોંચાડનારનું તેમજ જંગલમાં રહેતા આદિવાસી માનવ વસ્તી માટે ખુબજ ખતરનાક સાબિત થઈ રહ્યું છે.જંગલમાં વસતા બધા પ્રાણી,નાળાઓમાં ઢોરઢાંખર તેમજ આદિવાસી માનવ વસ્તી આજ પાણી પીને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે જો આવું પ્રદૂષિત પાણી તેમજ ઘનકચરો આદિવાસી માનવને ખૂબ જ મોટું નુકસાન કરશે જેના માટે ગતરોજ વણકૂટા ગામના આદિવાસી જાગૃત છોકરાઓએ રાત્રિ દરમિયાન ત્રણ જેટલી ટ્રકો નંબર GJ 16 V 4809,GJ 16 X6115,GJ 09 Y 9711. આ ત્રણ જેટલી ટ્રકોમાં આશરે હજારોની સંખ્યામાં બોરીઓ ભરી વણખુટા ગામના નજીક આવેલ જશવંતસિંહ ફતેસિંગ વસાવાના ખેતરની બાજુમાં ખાલી કરતા હોય જે દરમિયાન વાસુદેવ વસાવા તેમજ અન્ય ૧૦-12 છોકરાઓએ આ ટ્રકોને આંતરી લઇ અને ભારે હોબાળો મચાવ્યો હતો.પરંતુ કેટલાક આ પ્રવૃતિ સાથે જોડાયેલા શખ્સો આ ગામજનોને સમજાવવા માટે ચૂંટણી લાલચ આપી રહ્યા હતા પરંતુ જાગૃત લોકોએ લાલચ આપી એવી પોલીસને જાણ કરી હતી તેમજ અંકલેશ્વર જી.પી.સી.બી ને જાણ કરતાં અંકલેશ્વર જીપીસીબીએ આ ટ્રકો માંથી નમૂના લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઝગડીયા વિધાનસભાના તેમજ આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ આ અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.થોડા દિવસ અગાઉ વડોદરા જીલ્લાના જાંબુઘોડા વિસ્તારના જંગલોમાં પણ આવી જ પ્રવૃત્તિ ઝડપાઈ જવા પામી હતી.હવે પર્યાવરણના દુશ્મનો જંગલોની જમીનોને નુકસાન પહોંચાડી રહ્યા છે.આ મામલે ગુજરાત સરકાર કડકમાં કડક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.હાલ તો ઊમલા પોલીસે આ ત્રણ ટ્રકોને પોતાના કબજામાં લઈ આ રાસાયણિક પ્રદૂષિત કચરો ક્યાંથી આવ્યો તેમજ કોણે મોકલ્યો તેની તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના કેટલાક તત્વો આ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું બહાર આવી રહ્યું છે.

Advertisement


Share

Related posts

વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબોની હડતાળનો પાંચમા દિવસે અંત.

ProudOfGujarat

વડોદરા એમ.એસ યુનિવર્સિટીમાં ધીંગાણું, વોટ્સેપ ગ્રુપમાંથી રીમુવ કરવા બાબતે બે વિદ્યાર્થી જૂથો બાખડયા.

ProudOfGujarat

શ્રી મુક્તજીવન સ્વામીબાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા શાંતિ રથ (અંતિમયાત્રા રથ)નું લોકાર્પણ કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!