છેલ્લા કેટલાક વર્ષોથી ભરૂચના સોનેરી મહેલ ઢાલ ઉપર ગેબીએન વોલ અંગેનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વિવાદિત ગેબિયન વોલ અંગેના અભિપ્રાય ને જીલ્લા કલેકટરે રદ જાહેર કરેતા સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. ભરૂચમાં સોનેરી મહેલ ઢાળ ઉપર ગેબીયન વોલ ને અડી ને આવેલ ૭-એક્ષ કોરીડોરને રસ્તો આપવા બાબતે જેતે સમયના નગરપાલિકા નાં મુખ્ય અધિકારી કેતન વાનાણી એ આપેલ અભિપ્રાયને જીલ્લા કલેકટરને રદ જાહેર કરતા સમગ્ર નગર પાલિકાના વર્તુળો અને બિલ્ડરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ અંગે વિગત જોતા ભરૂચમાં સોનેરી મહેલના ઢાળ પર રસ્તો પોહળો કરવાના બહાના હેઠળ ભરૂચ નગરપાલિકાએ રૂપિયા ૮૦ લાખ નાં ખર્ચે ગેબીયન વોલ બનાવાનો પ્રોજેકટ મુક્યો હતો. જેમાં માત્ર તેણો એકજ હિસ્સો પૂરો કરાયેલ છે. એની બરાબર બાજુમાં સુરતના ઓમ ડેવાલોપર્સ નાં પાર્ટનર નીશીત રાજેન્દ્ર અગ્રવાલ એ ૭-એક્ષ કોરીડોરના નામે કોમર્શીયલ કોમ્પલેક્ષ ઉભું કર્યું છે. જેનો મુખ્ય માર્ગ ગેબિયન વોલ પારથી આપવામાં આવ્યો છે. જેના પગલે ભરૂચના આર.ટી.આઈ એક્ટીવીસ્ટ ધવલ કનોજીયાએ વિરોધ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે ૭-એક્ષ કોરીડોરના બિલ્ડરને લાભ થાય એટલા માટે બનાવાયો છે. જેની પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેવામાં તે સમયના ન.પા નાં મુખ્ય અધિકારી કેતન વાનાણી એ ગેબિયન વોલ ઉપરથી ૭-એક્ષ કોરીડોરને રસ્તો આપવાનો અભિપ્રાય આપતાજ આ અંગે અનેક તર્ક-વિતર્ક ઉભા થયા હતા. તેવામાં જાગૃત નાગરિકોએ આ અભિપ્રાય સામે જીલ્લા કલેકટરમાં ૨૫૮ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. મે ૨૦૧૭ માં ન.પા મુખ્ય અધિકારીના અભિપ્રાયને રદ કરવાની મંગ સાથે દાખલ થયેલી ફરિયાદ અંગે અનેક સુનાવણી બાદ તા.૨૨-૦૩-૨૦૧૮ નાં રોજ ભરૂચ જીલ્લા કલેકટર મહત્વ પૂર્ણ ચુકાદો ધવલ કાનોજીયાની તરફેણ માં જાહેર કર્યો હતો. ચુકાદામાં ગેબિયન વોલની જગ્યા નગરપાલિકાની નઈ પરંતુ સરકારી હોવાના કારણે નગરપાલિકા મુખ્ય અધિકારીને આ જગ્યા અંગે કોઈ ને અભિપ્રાય આપવાની સત્તા હોતી નથી. આવો ચુકાદો આપી મુખ્ય અધિકારીના કેતન વાનાણીના ગેબિયન વોલ પરની જગ્યા માંથી ૭-એક્ષ કોરીડોરને રસ્તો આપવનાં અભિપ્રાયને રદ કર્યો હતો. આ ચુકાદાને ધવલ કનોજીયા તેમજ જાગૃત નાગરિકોએ આવકાર્યો હતો, જો કે ધવલ કનોજીયાએ પોતાના જીવ પર જોખમ હોવાનું જણાવ્યું હતું.
ધવલ કનોજીયા એ પોતાની જાન પર જોખમ હોવાનું જાણાવ્યું હતું. ધવલ અને આર.ટી.આઈ એકટી વીસ્ટ ધ્વારા અલગ-અલગ વિસ્તારમાં બાંધકામોમાં બિલ્ડરો દ્રારા ગેરરીતી આચરી ને મળેલી પરવાનગીની ઉપર વત જઈ ગેર કાયદેસર બાંધકામ કાર્યા હતા. તે ગેર કાયદેસર બાંધકામને ભરૂચ આર.ટી.આઈ એક્ટીવીસ્ટ ધ્વારા કાયદેસર પડકર ફેંકયો હતો. તે બધી બાબત ઘણા બિલ્ડરોને આર્થિક રીતે નડે એવી હોય અને તેમનું આર્થિક નુકશાન થયું હોય જેથી આર.ટી.આઈ એક્ટીવીસ્ટ ઉપર હુમલાઓ થવાનો ભય વ્યક્ત કરાયો છે. જેની લેખિત પોલીસને ફરિયાદ પણ કરાઈ છે. ગેબિયન વોલ અને ૭-એક્ષ કોરીડોરને મળેલ બાંધકામ પરવાનગી અંગે જાણકારોના તારણ અને ચર્ચાઓ એવી છે કે તત્કાલીન ચીફ ઓફિસર કેતન વાનાણીએ આપેલા રસ્તાના અભિપ્રાય નાં આધારે ૭-એક્ષ ની પરવાનગી બૌહડા આપવામાં આવી હોય તો જો કલેકટર શ્રીના હુકમ અનુસાર તત્કાલીન ચીફ ઓફિસરનો અભિપ્રાય રદ થાવનો હુકમ થયો છે. તો તેની અસર ૭-એક્ષ કોરીડોર ઉપર પડશે કે શું. બૌહાડા એ આપેલી બાંધકામ ની પરવાનગી રદ થશે તેવા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે.