બીયર અને દારૂ પકડવાગયેલ મહિલા પોલીસ કર્મચારી પર હુમલો
ભરૂચના લોઢવાડ નાં ટેકરા પર વિદેશી દારુ અને બીયર અંગે રેડ કરવા ગયેલ મહિલા પોલીસ પર હુમલો થયો હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે ભરૂચ સીટી પોલીસ ખાતે નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ પી.એસ.આઈ બી.જી યાદવની પોલીસ ફરિયાદ મુજબ આજે તેઓ પોલીસના માણસો જેમાં પો.કૉ સતીષભાઈ રુગજીભાઈ, પો.કૉ વિનોદભાઈ મોહનભાઈ તથા પો.કૉ જયદિપ ભાઈ રાતાનસીહ ભાઈ, પો.કૉ પ્રવીણભાઈ લક્ષ્મણ ભાઈ સાથે દાંડિયા બજારમાં આવેલ પ્રોહીબીશન લીસ્ટેડ બુટલેગર મધુ બેન શિવલાલ મકવાણા ભરૂચ લોઢવાડ નો ટેકરો ઇંગલીશ દારૂ નું વેંચાણ થાય છે તેવી બાતમી મળતા રેડ કરી હતી. લેઢાવાડ નાં ટેકરા પર મધુબેન મકવાણા નાં ઘરમાં બીયર નંગ ૩ તથા ઈંગ્લીશ દારૂ ની બોટલ મળી આવેલ આ વખતે મધુબેન એ તેના પલગના નીચેથી ત્રણ બીયરના ટીન ઘરની બાહર નીકળી પથ્થર પર પટકી તોડી નાખી હતી. અને તેનો નાશ કર્યો હતો. મુદામાલ પર પાણી ની ડોલ ભરી નાખી દીધેલ તે સમયે પોલીસ કર્મચારીઓએ મધુ બેનને અટકાવવા જતા તેમણે પોલીસ કર્મચારી સાથે જપા-જપી કરતા પોલીસ અમલદારનું કોલર પકડી ફાડી કાઢેલ હતું. આ મહિલાએ પોતે ઘરમાંથી હુમલો કરવા માટે લોખંડની ધાર વાળી તલવાર કાઢી લાવી પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો.પોલીસ કર્મચારીઓએ તેનો તેનો વળતો જવાબ આપવા તલવાર ફેંકી દેવામાં આવી હતી. ત્યાર બાદ મધુ બેને જાતે સળગી જવાની ધમકીઓ આપી હતી અને હવે બીજી વખત આવેતો જાનથી મારી નાખીશ તેમ જણાવ્યું હતું. તેવામાં ૧૦૮ મોબાઈલ વાન બોલાવી હતી. પરંતુ મધુ બેન બેઠા ન હતા. ત્યાર બાદ તેમના જમાઈ ઈસ્માઈલ ઉર્ફે અન્નો તથા રાહુલ ઉર્ફે બાલિયો પણ પોલીસ કર્મચારીઓને ગાળો બોલીને જપા-જપી કરી હતી. બીજી બાજુ મધુબેન તેણા સંબધી પ્રવીણ ભાઈ સાથે રિક્ષા માં બેસી સારવાર અર્થે ગયા હતા. આ બનાવ અંગે ‘એ’ ડીવીઝન પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ મળતી માહિતી મુજબ મધુબેન મકવાણા એ તેમના ઉપર પોલીસે દમન ગુજાર્યો હોવાનો જણાવ્યુ હતું. તેમજ ખોટી બાબતો પોલીસ તંત્ર ધ્વારા ઉપજાવામાં આવી રહી છે અને તેણો નિર્દોષ છે તેમ જણાવી સામે પોલીસ ફરિયાદ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ તંત્ર એ આ અંગે મધુ બેન ની ફરિયાદ લેવા સંમતિ દર્શાવી હતી.