પ્રોગ્રેસિવ વોહરા પટેલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યર્થીઓમાં વિવિધ સ્પર્ધાંત્મક પરીક્ષાઓ જેવી કે GPSC ,UPSC સહિતની સ્પર્ધાંત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ આવે તેમજ ટ્રસ્ટ દ્વારા ચલાવાતા કોચિંગ ક્લાસ અંગે માહિતી આપવામાં આવી હતી.gpsc સફળતા પૂર્વક પસાર કરી એકાઉન્ટ ઓફિસર બનેલ કુરહીનબાનુ પટેલે સમાજના યુવાનોને આ ક્ષેત્રે ઝંપલાવવા અપીલ કરી હતી .ભરૂચ વેલ્ફેર ડેન્ટલ કોલેજ હોલ ખાતે હજ્જ કમિટીનાં સચિવ ઉસ્માન પટેલ,રિટાયર્ડ કમિશનર મુસ્તાક પટેલ તેમજ સુહેલ શેખ અને સમીરભાઈ કછોટના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રેસિવ વોહરા પટેલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ કોચિંગ ક્લાસ સંદર્ભે માહિતી આપી હતી.વિવિધ વક્તાઓએ આ બાબતે વિદ્યાર્થીઓને સ્પર્ધાંત્મક પરીક્ષાઓ અંગે માનસિક રીતે તૈયાર રહેવા જણાવ્યું હતું .કાર્યક્રમની શરૂઆતમાં તિલાવતે કુઆર્નબાદ આતંકવાદી હુમલાઓમાં શહીદ થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.કાર્યક્રમમાં વિદેશથી પધારેલ ઈકબાલભાઈ ઘાંચીવાલા,કોર્પોરેટર સલીમભાઇ અમદાવાદી સહીત અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રોગ્રેસિવ વોહરા પટેલ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય સેમિનાર યોજાયો.સમાજ અને કોમના ઉત્થાન માટે યુવાનોએ સ્પર્ધાંત્મક પરીક્ષાઓમાં ઝંપલાવવું પડશે:સુહેલ શેખ.
Advertisement