કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ કાર્યકારીની બેઠક સવારે 10 કલાકે સરદાર સ્મારક શાહીબાગ ખાતે યોજાશે અને ત્યારબાદ બપોરે ૧:૩૦ કલાકે જય જવાન જય કિસાન જન સંકલ્પ રેલીનું આયોજન ત્રિમંદિર અડાલજ ખાતે તારીખ ૧૨-૩-૨૦૧૯ના મંગળવારના રોજ થશે.આ અંગેની માહિતી આપતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા અને પ્રવક્તા નાજુ ફળવાલાએ જણાવ્યું હતું કે ૫૮ વર્ષના લાંબા સમયગાળા બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાનાર છે.આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી,યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી,પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ,મહાસચિવ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ,પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ તેમજ મુખ્યમંત્રીઓ જોડાશે જેવો સવારે 9:30 કલાકે ગાંધીઆશ્રમ ખાતે પ્રાર્થના સભામાં જોડાશે.૧૦ કલાકે શહીદ સ્મારક ખાતે પુલવામામાં થયેલ આતંકીવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.આ તબક્કે કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ સહિત ભવિષ્યમાં ભારત દેશ માટેના અનેક વિષયોની ચર્ચા વિચારણા કરવામાં આવશે.આ અગાઉ 1961માં ભાવનગર ખાતે તારીખ ૪-જાન્યુઆરી થી ૭-જાન્યુઆરી સુધી કોંગ્રેસની કાર્યકારિની બેઠક યોજાઈ હતી.ત્રિમંદિર અડાલજ ખાતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિશેષ સંદેશ સાથે સંબોધન કરવાના છે.તેમજ વિવિધ મુદ્દાઓની છણાવટ પણ કરનાર છે.જેમાં ભરૂચ જિલ્લાના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે એમ જણાવાયું છે.
સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતમાં ઐતિહાસિક જન સંકલ્પ રેલીનું આયોજન… જેમાં એક મંચ ઉપર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી,UPA ચેરપર્સન સોનિયા ગાંધી,પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ તેમજ AICCના મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહેશે…
Advertisement