ખ્રિસ્તી સમાજ પર અવારનવાર કેટલાક આક્ષેપો કરવામાં આવે છે.આવા આક્ષેપો પાયાવિહોણા હોવાનું ખ્રિસ્તી સમાજે જણાવ્યું હતું અને સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાતના ભરૂચ એકમ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તાજેતરમાં ખ્રિસ્તી ધર્મીઓ પર ધર્મપરિવર્તન અંગેના આક્ષેપો થાય છે જે ખોટા છે.નવસારી જિલ્લાના ગણદેવા તેમ જ નર્મદા જિલ્લાના ખુપરબરસણ ગામે ધર્મપરિવર્તનના નામે ખોટી ફરિયાદો થાય છે જેમાં ગણદેવા ગામે ખ્રિસ્તી ધર્મ સેવકોએ પ્રવેશવું નહીં તેવા પાટિયા પણ મારવામાં આવ્યા છે.તો આ બાબતે ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા આવા આક્ષેપોને વખોડી નાખવામાં આવે છે.તે અંગેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
Advertisement