ગુજરાત રાજ્ય મહેસુલ કર્મચારી મહામંડળ હડતાલ કમિટી દ્વારા હડતાલનું એલાન કરાયું જેમાં ભરૂચ મહેસુલ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા અને તેમણે મહેસુલ વિભાગના મંત્રીને આવેદનપત્ર ભરૂચ કલેકટર દ્વારા આપ્યું હતું.એમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ ન આવતા હડતાળનો માર્ગ અપનાવ્યો છે.તેમની માંગણીઓ જોતા સીધી ભરતીના સમયે પાંચ વર્ષનો કરાર પૂર્ણ થવા છતાં નિયમિત પગારના આદેશો થયેલ નથી.એટલું જ નહીં પરંતુ મહેસૂલી લાયકાત પરીક્ષા પાસ કરેલ છે તેમ છતાં પૂરા પગાર અપાતા નથી.સરકારના તારીખ ૨૧-૫-૨૦૧૮ના હુકુમથી ક્લાર્ક કક્ષાના કર્મચારીને નાયબ મામલતદાર કક્ષામાં પ્રમોશન જિલ્લામાં ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલ છે તેથી તેમને મૂળ મહેકમના જિલ્લામાં મૂકવા વિનંતી કરવામાં આવેલ છે.તેમજ ક્લાર્ક,રેવન્યુ તલાટી માંથી નાયબ મામલતદારનું પ્રમોશન આપવા માટે યોગ્ય કરવા તેમજ નાયબ મામલતદાર માંથી મામલતદારના પ્રમોશન અંગે પણ યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી છે.
મહેસૂલી કર્મચારીઓ દ્વારા સામૂહિક રજા પાડવામાં આવી જાણો કેમ?
Advertisement