ભરૂચ તારીખ:7/3/2019
ગુજરાત R.N.T.P.C કરારબદ્ધ કર્મચારી સંઘના પ્રમુખશ્રી હેમાંશુ પંડયાના જણાવ્યા અનુસાર તારીખ ૨૭- ૨૮ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અન્વયે કાર્યપદ્ધતિથી શોષિત અને પીડિત કર્મચારીઓની પડતર માંગણીની રજૂઆત ગુજરાતના જવાબદાર મંત્રાલય તથા આ અંગે લાગતા તમામ ખાતાઓના અધિકારીઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરેલી પરંતુ આ બાબતે હાલ સુધીમાં કોઈ સંતોષકારક નિવારણ થયેલ નથી.
૧૯૬૯ થી કરારબદ્ધ થયેલા શોષિત અને પીડિત કર્મચારીઓ ક્ષય જેવા ભયંકર રોગ ધરાવતા દર્દીઓ સાથે સતત સંપર્કમાં રહીને પોતાનું જીવન જોખમમાં મૂકીને કાર્ય કરે છે.છતાં પણ તેમના માટે સરકાર દ્વારા તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ હાલ સુધીમાં આવ્યું નથી.જેથી આ કર્મચારીઓ તારીખ ૬-૩-૨૦૧૯ થી હડતાલ પર ઉતરેલ છે તથા ૬-૩- ૨૦૧૯ ના રોજ થી તમામ જિલ્લા ક્ષય કેન્દ્ર પરની રિપોર્ટિંગ કામગીરી કરશે નહીં તથા થનારી મિટિંગોમાં હાજરી આપશે નહીં તેમજ ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે.