Proud of Gujarat
FeaturedGujarat

ખેડૂત હિતરક્ષક દળ તરફથી ભરૂચ જિલ્લાના ખેડૂતોની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી.આવેદનપત્ર પાઠવાયું…

Share

ખેડૂત હિતરક્ષક દળ તરફથી ભરૂચ જિલ્લાના ખેડૂતોને અસર કરતા પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરાઇ હતી.તેમજ આ અંગે આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેકટરને અપાયું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાતના ખેડૂતો અને ભરૂચ જિલ્લાના ખેડૂતો મોંઘા બિયારણ,મોંઘી દવાઓ અને તે સાથે પાણી,સિંચાઈ તેમજ ઊંચા દરની મજૂરીના પગલે ભરૂચ જિલ્લામાં દિન-પ્રતિદિન ખેતી મોંઘી થઇ રહી છે તેની સામે ઉપજના પોષણક્ષમ ભાવો મળતા નથી.જેથી ભરૂચ કલેકટર દ્વારા ગુજરાત સરકારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.દર વર્ષે ખેડૂતોના વિવિધ પાકોના ટેકાના ભાવ જાહેર કરાઈ છે પરંતુ આ ભાવ પડતર કીમત થી પણ ઓછા હોય છે એમ ખેડૂત હિતરક્ષક દળના સૂત્રોએ જણાવ્યું હતું.તે સાથે સરકારની ટેકાના ભાવની ખરીદી સાથે ખાતા દીઠ અમુક જ જથ્થો ખરીદવાની ખેડૂત વિરોધી નીતિ ખેડૂત માટે પડતા પર પાટુ જેવી સાબિત થઈ રહી છે.ત્યારે એવી માંગણી કરાઈ રહી છે કે હાલ મગ તૈયાર થઈ રહ્યા છે ત્યારે સરકારે બધા જ પાકો ખરીદી તેનો સારો ભાવ આપવો જોઈએ અને તે વહેલો ચૂકવી દેવો જોઈએ.જમીન માપણીમાં પણ ગંભીર ક્ષતિઓ જણાય છે તે દૂર કરવી જોઈએ.એટલું જ નહીં પરંતુ PCPIR માં આવતી નગર રચના નંબર 1 થી 14 ના જાહેરનામાને રદ કરવું તેમજ ખેડૂતોની મરજી વિરુદ્ધ વીજ થાંભલાઓ ન નાખવા.ખેડૂતોના સંતાનોને નોકરી આપવી પર્યાવરણની જાળવણી કરવી વગેરે અનેક પ્રશ્નોની રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર જુના ને.હા.૮ પર આવેલા મયુર શોપિંગ સેન્ટરમાં ભંગારની દુકાનમાંથી ૯૦ કિલો તાંબુ અને ૧૦૦ કિલો અલ્યુમિનીયમ ચોરી કરી લઇ ગયા હતા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક તરીકે કોકીલાબેન વસાવાનું સન્માન કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં ફરી એકવાર ખૂની ખેલ સર્જાયો : વાહન હટાવવા બાબતે ઝઘડો થતા પાડોશીએ જ ચપ્પુના ઘા માર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!