તારીખ ૭-૩-૨૦૧૯ ના રોજથી ભરૂચ પંથકમાં એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષાનો પ્રારંભ થયો હતો.આ પરીક્ષામાં ૩૪,૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.ભરૂચ જિલ્લાના પરીક્ષા તંત્ર દ્વારા એસ.ટી વિભાગ,પોલીસ વિભાગ,વીજતંત્ર વગેરેનું સંકલન કરી પરીક્ષાનું આયોજન કરાયું છે.ત્યારે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ મુજબ પરીક્ષા કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં વિદ્યાર્થીઓ કે વાલીઓને ટોળામાં ઊભા ન રહેવા તેમજ પરીક્ષાના દિવસો દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા અંગેના હુકમોનું પાલન કરવામાં આવ્યું હતું.સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો જેથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને.અત્યાર સુધી પરીક્ષામાં કોઇ ગેરરીતિ થઇ નથી એમ પરીક્ષા તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.
Advertisement