Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચના દહેજ બાયપાસ વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો.અકસ્માતનો બનાવ બનતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય…

Share

ભરૂચના દહેજ બાયપાસ નજીક રાત્રીના સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં આગળ ચાલતાં ટ્રેલર સાથે પાછળથી ટેન્કર ભટકાયું હતું.બંને વાહનોને નુકસાન થયું હતું પરંતુ સદભાગે કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી ન હતી.આ બનાવ અંગે વિગતે જોતા એક ટેન્કર તેલંગાણા ખાતે કેમિકલ ખાલી કરી પરત ભુજ ફરી રહ્યું હતું તે સમયે આ ઘટના દહેજ બાયપાસ નજીક બની હતી.જેમા ટ્રેલર સાથે પાછળથી ટેન્કર ભટકાયું હતું.આ બનાવમાં બન્ને તરફ વાહનોની કતારો ઉભી થઇ જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.કલાકો બાદ મહા-મહેનતે પોલીસને ટ્રાફિક સમસ્યા હળવી કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.

Advertisement

Share

Related posts

રાજકોટમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર શાળા સંચાલક પતિને બચાવવા ભાજપના મહિલા અગ્રણીની છાત્રાને ધમકી, ‘હું ઇન્દ્રની અપ્સરા, મારો ધણી તારી સામે થૂંકે પણ નહીં’

ProudOfGujarat

સરકારી યોજનાઓમાં જિલ્લામાં કોઇ પણ લાભાર્થીને મળવાપાત્ર લાભથી વંચિત ન રહે તે જોવા સૂચના અપાઇ

ProudOfGujarat

વડોદરા : વારસિયા વિસ્તારમાં પડેલો ભૂવો અકસ્માતની રાહ જોઈ રહ્યો છે???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!