વિનોદ પટેલ:
ભીલીસ્થાન લાયન સેના દ્વારા ઝઘડિયાના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.દિનેશ વસાવા ગુજરાત પ્રદેશ પ્રમુખ ભીલીસ્થાન લાયન સેનાની આગેવાનીમાં પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ધારાસભ્ય છોટુભાઇ વસાવા દ્વારા ચોક્કસ કોમો પ્રતિ ભેદભાવ રાખવામાં આવેલ છે.આ ઉપરાંત છેલ્લા ૩૦ વર્ષથી ધારાસભ્ય હોવા છતાં વિકાસના કોઈ કામો કરવામાં આવ્યા નથી.જેથી આ વિસ્તારનો વિકાસ રૂંધાઈ ગયો છે.દેશના અન્ય વિસ્તારો કરતાં આ વિસ્તાર વિકાસની દ્રષ્ટિએ પાછળ રહ્યો છે જે અંગે વારંવાર આલોચના કરવામાં આવે છે.આવેદનપત્રમાં એમ પણ જણાવેલ છે કે ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં શૈક્ષણિક સંકુલો તેમજ અન્ય પ્રાથમિક સગવડોનો અભાવ જણાઈ રહ્યો છે જે અંગે પણ ભીલીસ્થાન લાયન સેનાએ રજૂઆત કરેલ છે.આ ઉપરાંત વિવિધ અંગત આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
Advertisement