ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય અને અન્ય કારણોસર સીઝનલ ફ્લૂ તેમજ મચ્છરજન્ય રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં સીઝનલ ફ્લૂના છ જેટલા દર્દીઓ નોંધાયા છે ત્યારે વધુ એક સીઝનલ ફ્લૂનો દર્દી નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા દોડધામ મચી ગઇ છે.ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને ભરૂચ નગરમાં સ્વચ્છતાના ધોરણો જળવાઇ તે ખાસ જરૂરી છે.જેથી આવા ગંભીર રોગો થતા અટકી શકે.વાસ્તવમાં આરોગ્ય તંત્ર પાસે ક્યા વિસ્તારમાં મેલેરિયાના,ઝેરી મેલેરિયાના કેટલા દર્દીઓ છે તેની પૂરતી વિગતો ઉપલબ્ધ હોય એમ જણાતું નથી.તે સાથે નગરપાલિકા દ્વારા પણ સ્લમ વિસ્તાર અને ઝુપડપટ્ટી વિસ્તારમાં મચ્છરના ઉપદ્રવને નાથવા અંગે અસરકારક દવાનો છંટકાવ પૂરતા પ્રમાણમાં કરવામાં આવતો નથી.ફોગિંગ મશીન શોભાના ગાંઠિયા સમાન હોવાનું જાણવા મળેલ છે.
Advertisement