ભરૂચ જિલ્લામાં એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષા તારીખ ૭-૩-૨૦૧૯ થી શરૂ થનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં આ અંગે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.તેમજ વિવિધ ઝોનલ સમિતિઓની રચના કરવામાં આવી છે.વિદ્યાર્થીઓની અને કેન્દ્રોની વિગતો જોતા ભરૂચ જિલ્લામાં એસ.એસ.સીની પરીક્ષા 32 કેન્દ્રો પર યોજાશે જ્યારે એચ.એસ.સી.ની પરીક્ષા 15 કેન્દ્રો પર યોજાશે. જેમાં સામાન્ય પ્રવાહમાં 11 અને વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો પર એચ.એસ.સી.ની પરીક્ષા લેવાશે.બિલ્ડીંગોની સંખ્યા જોતા એસ.એસ.સીની પરીક્ષા 89 બિલ્ડિંગ પર લેવાશે જ્યારે એચ.એસ.સી.ની પરીક્ષા 49 બિલ્ડિંગોમાં લેવાશે.વિદ્યાર્થીઓની કુલ સંખ્યાની વિગત જોતા એસ.એસ.સી પરીક્ષામાં કુલ 26342 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે એચ.એસ.સી સામાન્ય પ્રવાહમાં 5493 અને વિજ્ઞાન પ્રવાહમાં 3746 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષા અંગેની સંપૂર્ણ વિગતો… કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો…
Advertisement