ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળતા પ્રારંભમાં શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાડી શોકાંજલિ અર્પવામાં આવી હતી.આ તબક્કે વિરોધ પક્ષના કોંગ્રેસ પાર્ટીના દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ દરખાસ્ત મૂકી હતી કે શહીદોની યાદમાં સ્મારક તૈયાર કરવામાં આવે.જે સ્મારક પાંચબત્તી,સોનેરી મહેલ જતા મોતીભાઈ વિણની સામે ગોબિયન વોલ કે જે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી હતી તેની નજીક શહીદ સ્મારક બને તે ખૂબ જરૂરી છે.આ અંગે પણ સભામાં રકઝક થઈ હતી.શહીદોના સ્મારક તૈયાર કરવા અંગે સૌ તૈયાર હતા પરંતુ કઈ જગ્યાએ તૈયાર કરવું કઈ જગ્યાએ સ્મારક બનાવવું તે અંગે વાદ-વિવાદ થતાં આખરે આ અંગે પણ સમિતિ બનાવાય હતી.
Advertisement